________________
કેવળી પ્રભુનો સાથ
જવું, સંસારી સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરી મળતી નિવૃત્તિનો ઉપયોગ આત્મશોધનાર્થે કરતા જવો એ મુખ્ય ગુણ - મુખ્ય સ્વભાવ શિષ્યગણે ખીલવવા યોગ્ય છે. જ્યાં જ્યાં આત્માને બંધન થાય તેવી પ્રવૃત્તિ હોય તેનો ત્યાગ કરવાનો છે. એટલે કે કર્મનો સંવર વધારી સાથે સાથે કર્મની નિર્જરા પણ વેગવતી કરવાની છે. શ્રી વીતરાગ ભગવંતના માર્ગમાં આવો ઉત્તમ પુરુષાર્થ કરનાર જે મોક્ષાભિલાષી વિદ્યાર્થીગણ છે તે સર્વ જિજ્ઞાસુ જીવોને વંદનીય કેમ ન હોય? સામાન્ય જનને આદર્શ વિદ્યાર્થીગણનું આ ચારિત્ર પણ અત્યંત ઉપકારી છે.
શ્રી પ્રભુની પરમાર્થ પાઠશાળાનાં પાંચ ઉત્તમ અંગોનો આપણે લક્ષ કર્યો. શ્રી અરિહંત ભગવાન, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી, અને શ્રી સાધુ સાધ્વીરૂપ વિદ્યાર્થીગણ એ પાંચ અંગ ગુણસમૂહથી વિભૂષિત છે. તે પ્રત્યેકના ગુણોનો પરિચય સામાન્ય જીવને જ્યારે થાય છે ત્યારે તેમના માટેનું આકર્ષણ સહજપણે વધી જાય છે. આ પંચાંગમાં પોતે સમાવેશ પામી સ્વકલ્યાણની પ્રવૃત્તિ બળવત્તર કરવા જીવો ઉત્સાહીત થાય છે. એ પ્રસંગે આ પાંચ ઉત્તમાંગો સ્વવિકાસમાં કેટલા ઉપકારી છે તેનો લક્ષ જીવને આવે છે. વળી પોતાને ચડતા ક્રમમાં આ ગુણોની સિદ્ધિ મળતી જાય તેવી ભાવનાના વિશેષપણામાં તે જીવ આ પાંચે પરમઉપકારી ભગવંતને સહજતાએ નમી પડે છે, તેથી માનાદિ કષાયનો પરાભવ કરવા ભાગ્યશાળી થાય છે.
આત્મશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થનાર સર્વ જીવ પર જે કોઈ ઉપકાર કરે છે તે અવશ્ય આ પાંચમાંથી કોઈ પણ એક પદમાં સમાવેશ પામે છે. જે જીવ આત્મશાંતિ મેળવવાના ભાવથી ધર્મારાધન કરવા પ્રવૃત્ત થાય છે, તે જીવને શ્રી સાધુ સાધ્વીજીના શુભ ચારિત્રનો પ્રભાવ ઉત્તમ વિદ્યાર્થી બનવા પ્રેરે છે. જે જીવ એટલી વિશુદ્ધિ સુધી પહોંચે છે તેને ઉપાધ્યાયજીનો જ્ઞાનપ્રભાવ વિકાસાર્થે બળવાન પ્રેરણા આપી જાય છે. એ જીવ ઉપાધ્યાયજીની કક્ષા સુધી પહોંચે છે ત્યારે તેને શ્રી આચાર્યજીનું આત્મચારિત્ર બળવાનપણે પ્રેરણા આપી જાય છે. અને આચાર્યજીની કક્ષાએ વિરાજમાન આત્માને પૂર્ણ નિર્વેરપણા સિવાયનું કોઈ લક્ષસ્થાન રહી શકતું નથી. આમ પરમાર્થે વિકસનાર
૧૮૪