________________
સાથે અવિરોધ વાણીયોગ પણ જરૂરી છે, તે વિના શાસ્ત્રો ભણાવવાનું કઠિન કાર્ય થઈ શકે નહિ.
મંત્રસ્મરણ
મોક્ષમાર્ગને અનુભવી પ્રકાશિત કરનાર શ્રી તીર્થંકર પ્રભુ, તેમની જાણકારી ઝીલી તેને સફળતાપૂર્વક આચરનાર શ્રી આચાર્યજી; તેની મહત્તા જનસમાજને દૃઢ કરાવના૨ શ્રી ઉપાધ્યાયજી આ ત્રણેની કાર્યશક્તિ તો જ કાર્યવંત બને, જો તે સર્વને યથાર્થ ઝીલી, તે માર્ગે ચાલવાની બળવાન વૃત્તિ સેવનાર વિદ્યાર્થીગણનો તેમને સાથ સાંપડે. ઉત્તમ વિદ્યાર્થીગણ વિના શિક્ષકગણની બધી મહેનત વ્યર્થ જાય છે. આ દૃષ્ટિએ જોઇએ તો મોક્ષમાર્ગ સ્થાપના૨, મોક્ષમાર્ગ આચરનાર, તથા મોક્ષમાર્ગ સમજાવનારની બાજુમાં જ મોક્ષમાર્ગને ઝીલનારનું સ્થાન સંભવે છે. આવા ઉત્તમ આત્માઓનો ઉત્તમ બોધ ઝીલવા માટે કેવા પાત્ર શિષ્યો જોઇએ તેની સમજ આ મહામંત્રના પાંચમા પદ “નમો તોપુ સવ્વ સાહૂળ”માં દર્શાવી છે. એ પદમાં આખા લોકમાં જ્યાં જ્યાં પ્રભુ પ્રણીત મોક્ષમાર્ગને ગ્રહણ કરવા આતુર સાધુ સાધ્વીઓ વિચરે છે તેને સવિનય વંદન કર્યા છે. તેઓ સંસાર સંબંધી વૃત્તિઓને સંક્ષેપી આત્મવૃત્તિમાં એકાકાર થવા મથતા જીવો છે. તેમના સત્તાવીશ ગુણો પ્રસિદ્ધ છે. આ ગુણો જેટલી વિશેષતાએ ખીલે તેટલા પ્રમાણમાં શિષ્ય તરીકેનું ઉત્તમપણું પ્રાપ્ત થાય છે. અને તેમાંથી વિકાસ કરતાં કરતાં કેટલાય જીવો ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંત પદ સુધીનો વિકાસ સાધે છે. આ લક્ષ પાંચ પદના ક્રમથી ધ્વનિત થાય છે.
શ્રી સાધુના સત્તાવીશ ગુણો આ પ્રમાણે છે. પાંચ મહાવ્રતનું પાલન તે પાંચ ગુણ; રાત્રિભોજન ત્યાગ તે એક ગુણ; પાંચ પ્રકારનાં એકેંદ્રિય તથા ત્રસ એ છ કાયનું રક્ષણ કરવું તે છ ગુણ; પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયને રોકવાં તે પાંચ ગુણ; લોભનો નિગ્રહ કરવો; ક્ષમા ધા૨વી; ચિત્ત નિર્મળ રાખવું; વસ્ત્રની વિશુદ્ધ પ્રતિલેખના કરવી; સંયમ યોગમાં પ્રવર્તવું; મનનો રોધ કરવો; અકુશળ વચનનો રોધ કરવો, અકુશળ કાયાનો રોધ કરવો, પરિષહ સહન કરવા; ઉપસર્ગ સહન કરવા આ બધા મળી સાધુના સત્તાવીશ ગુણો થાય છે. આ ગુણોનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે સંસારસુખની લાલસા છોડવામાં જે જે નીતિનિયમો સહાયરૂપ થાય તેનું કડકપણે પાલન કરતાં
૧૮૩
—