________________
કેવળી પ્રભુનો સાથ
રત રહેનાર, જ્ઞાનદાન કરવામાં જન્મ સાફલ્ય માનનાર શ્રી ઉપાધ્યાયજીનો ઉપકાર કદી વિસરી શકાય તેમ નથી. તેમનું શુદ્ધ ચારિત્ર અને જ્ઞાનદાન કરવાની તેમની તમન્ના સામાન્ય જનમાં મોક્ષાભિલાષા જાગૃત કરવામાં બળવાન નિમિત્ત બને છે. આમ જનસામાન્ય અને આચાર્યજીની વચ્ચેની કડી તે શ્રી ઉપાધ્યાયજી છે. તેથી, નમસ્કારમંત્રમાં તેમના ઉપકારને અનુલક્ષીને “ગમો સવન્નાયાળું” કહી સવિનય વંદન કરાયા છે.
શ્રી ઉપાધ્યાયજીના પચ્ચીશ ગુણો પ્રસિદ્ધ છે. ચારિત્ર પાલન કરવાની માનસિક તૈયારી કરવાનું અને કરાવવાનું કાર્ય શ્રી ઉપાધ્યાયજી શાસ્ત્રાધ્યયન દ્વારા કરે છે. તેથી તેમના ગુણોમાં એ અંગને પ્રાધાન્ય આપેલું છે. શ્રી ઉપાધ્યાયજી અગ્યાર અંગ તથા બાર ઉપાંગોમાં શ્રી પ્રભુ દ્વારા જણાવાયેલા સિદ્ધાંતો ભણે છે અને ભણાવે છે, તેના આશ્રયે તેઓ આચાર્યજી જેવું ઉત્તમ ચારિત્ર ખીલવવા માટે પાત્રતા કેળવે છે અને કેળવાવે છે. અગ્યાર અંગ (આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસક દશાંગ, અંતઃગત, અનુત્તરોવવાઈ, પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર) ભણે તથા ભણાવે એ અગ્યાર ગુણ. બાર ઉપાંગ (ઉવવાઈ, રાયપસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ, ચંદપન્નતિ, સૂર પન્નતિ, કપ્પિયા, કાવ્પવડંસિયા, પુંકિયા, પુચુલિયા, હિનદશાંગ) ભણે તથા ભણાવે એ બાર ગુણ. ચરણ સિત્તરી તથા કરણ સિત્તરી પાળે તે બે ગુણ. સામાન્ય સંજોગોમાં ઉપાધ્યાયજી જે આચાર પાળે તે ચરણ સિત્તરી કહેવાય છે, અને વિશેષ સંજોગોમાં ઉપાધ્યાયજી જે આચાર પાળે તે કરણ સિત્તરી કહેવાય છે. ચરણ સિત્તરીમાં ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ ભેદે સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ રત્ન (રત્નત્રય), બાર પ્રકારમાં તપ, ચાર કષાયનો નિગ્રહ મળી કુલ ૭૦ આચાર થાય છે. કરણ સિત્તરીમાં ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૨ ભાવના, ૧૨ સાધુની પ્રતિમા, ૫ ઇન્દ્રિય નિગ્રહ, ૨૫ પ્રકારે પ્રતિલેખના, અને ૪ અભિગ્રહ મળી ૭૦ આચાર આવે છે, આમ બધા મળી પચ્ચીશ ગુણ થયા. આ પરથી સમજાય છે કે શ્રી ઉપાધ્યાયજીને જ્ઞાનાવરણનો બળવાન ક્ષયોપશમ હોવો જરૂરી છે. સાથે
૧૮૨