________________
કેવળી પ્રભુનો સાથ
જાય છે. આ લાક્ષણિકતાઓનું પ્રગટીકરણ ઓછી અદકી માત્રામાં જીવની અશુધ્ધ કે શુધ્ધ દશામાં જોવા મળે છે. જેમ અશુદ્ધિ ઓછી તેમ આ લક્ષણો વિશેષ પ્રગટતાએ જોવા મળે છે.
આત્માના અપૂર્વ સ્વભાવને સૂચવનારા આ લક્ષણો જીવને પોતાને અસંજ્ઞીપણામાં લેશમાત્ર પણ લક્ષગત થતા નથી. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં ધીમે ધીમે આ લક્ષણો ફૂટ થવા લાગે છે; અને એ લક્ષણોનો સર્વાગી વિકાસ ત્યારે થવા માંડે છે જ્યારે તેને મનુષ્ય ગતિમાં સન્દુરુષનો યોગ મળે છે. એટલે કે જ્યારે તેને સત્પરુષનાં વચનો સાંભળવા મળે છે, તેની નિર્વિકાર મુદ્રામાં દર્શન થાય છે અને તેના સત્સમાગમમાં રહેવાનો સુયોગ આવે છે; એ યોગ સાથે તે પુરુષ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા આવતાં જાય તો સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય થાય છે. વળી, તે જીવમાં સંસારથી છૂટવાની ભાવના, સ્વરૂપને મેળવવાની ભાવના સ્પષ્ટ આકાર ધારણ કરતી જાય તો સપુરુષનો મળેલો યોગ તેનામાં અકથ્ય પરિવર્તન લાવે છે. દર્શનમાત્રથી પણ નિર્દોષ પુરુષ તેને તેના સ્વભાવને પૂર્ણતાએ પ્રકાશવા માટે પ્રેરક બને છે, અને જીવનું આમૂલ પરિવર્તન થવું શરૂ થાય છે. આવું પરિવર્તન પામવાની ક્ષમતા તે પણ આત્માના અપૂર્વ સ્વભાવની સૂચક છે, સત્પરુષની કૃપા ઝીલવાથી તેની આત્મદ્રષ્ટિ ખીલે છે, અને આત્મા સંબંધી સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સંજ્ઞીપંચેન્દ્રિય જીવને જડપદાર્થમાં જે મારાપણું અનુભવાતું હોય છે તે શ્રી સત્પરુષની પ્રેરણાથી તૂટવા લાગે છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ ગુણો ચેતનનાં નહિ પણ જડનાં છે તેનો લક્ષ આવવા લાગે છે. જડ તથા ચેતન તે બંને ભિન્ન પદાર્થો છે તે સમજાતું જાય છે. પરિણામે દેહ તથા પરિગ્રહમાં જે અત્યંત મારાપણું અનુભવાતું હતું તે મંદ થવા લાગે છે. જીવને સમજમાં આવે છે કે જડ એવો દેહ પૂર્વની કોઈ ક્રિયાને યાદ કરી શકતો નથી, એ દેહ જીવની પ્રેરણા વિના પ્રવર્તી શકતો નથી, તેની સામે જીવ જન્મથી શરૂ કરી વર્તમાન ક્ષણ સુધીના બધાં સુખ, દુ:ખ, સંકલ્પ કે વિકલ્પ અનુભવ્યાં છે તેને યાદ કરી શકે છે, તેની સ્મૃતિ લઈ
૨૪૨