________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
હોઈ શકે છે; તેમાંથી શાતાની ઇચ્છા કરવી, શાતા જણાય ત્યાં એકરૂપ થવું અને શાતા મેળવવા પ્રયત્નવાન રહેવું એ જીવનો ઉત્તમ કહેવાય તેવો સ્વભાવ છે. આ સ્વભાવને કારણે જીવ અન્ય પદાર્થોથી ન્યારો થઈ સ્વગુણ નિર્ભર નિરાકૂળ સુખની અનુભૂતિ સુધી પહોંચી શકે છે. આ ગુણ જીવ સિવાય અન્ય કોઈ પણ દ્રવ્યમાં રહેલો જોવા મળતો નથી. જીવ સિવાયના કોઈ પણ પદાર્થમાં વેદન કરવાની શક્તિ નથી, સુખ અનુભવવાની શક્તિ નથી; આથી બીજા પાંચે દ્રવ્યથી જીવ અલગ થાય છે.
“સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.” આ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, એ જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે શ્રી તીર્થકરાદિએ કહ્યાં છે.”
- શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮. આત્મામાં રહેલા આ ચેતનગુણને કારણે જ પદાર્થોનું જાણપણું પ્રગટ થાય છે, તથા જગત તરવરાટવાળું અનુભવાય છે. આવું ચેતનત્વ અન્ય પદાર્થોમાં નથી રહેતું. આમ આત્માની સમપણે ટકી રહેવાની શક્તિ, રમણીયપણું અર્પવાની ટેવ, સર્વમાં અગ્રેસર રહેવાની ખાસિયત, સ્વપરની જાણકારી સહિત સુખનું વેદન કરવાની શક્તિ, શાતા અશાતાનું વિશ્લેષણ કરવાનું સામર્થ્ય, પોતાનું ચેતનપણું સદેવ જાગૃત રાખી શકવું – આ બધી લાક્ષણિકતાઓ આત્માના અપૂર્વ સ્વભાવ પ્રતિ આપણને દોરી
૨૪૧