________________
કેવળી પ્રભુનો સાથ
નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહાર દષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.”
“આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિનો અનુભવ છે.”
શ્રી. રા. વચનામૃત આંક ૪૩૮ જીવનો આવો બીજો અગત્યનો સ્વભાવ છે તે તેનું વેદકપણું. જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુ:ખના વિયોગની ઇચ્છા કરી શકે છે, ઇન્દ્રિયો દ્વારા મૃદુ કે રુક્ષ સ્પર્શ, ખારો, ખાટો, તીખો, તૂરો કે કડવો સ્વાદ; સુગંધ કે દુર્ગંધ, પદાર્થની રમણીયતા કે કુરુપતા, સુસ્વર કે દુસ્વરની પરખ કરી તે અનુભવના આધારે જીવ ઈષ્ટની પ્રાપ્તિની ભાવના અને અનિષ્ટના વિયોગની ભાવના કરી શકે છે. આવી ઇચ્છાશક્તિ જીવના વેદકતાના ગુણના સાથમાં ઉપકારી બને છે. આ વેદકતાનો ગુણ જીવની કોઈ પણ અવસ્થામાં પૂર્ણપણે દબાતો ન હોવાથી પોતાના પૂર્ણ શુધ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં ખૂબ મદદરૂપ તથા ઉપયોગી થાય છે. ઈષ્ટના વેદનની ઇચ્છા તેને ક્રમે કરીને અવ્યાબાધ આત્મિક સુખનાં વેદન સુધી પહોંચાડે છે. પૂર્વમાં જે જે ઇચ્છાઓ જીવે કરી હોય છે, તેની સ્મૃતિ તેને આવી શકે છે. અને તેનાં કારણમાં તેનાં જ્ઞાનગુણ તથા ઇચ્છાશક્તિ જણાય છે. તેના વેદકતાના ગુણને મદદરૂપ થતો એવો બીજો આત્માનો ગુણ છે તેની સુખ અનુભવવાની શક્તિ. વેદન શાતા કે અશાતા રૂપ
-
૨૪૦