________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
ઉદાસીન થવામાં પોતે જ કારણ છે. આમ પોતાના જ્ઞાયકગુણને લઈને જીવ સર્વ દ્રવ્યોમાં અગ્રેસર થઈને રહે છે. સહુ પ્રથમ તે પોતાને સ્થાપે છે. આવો અગ્રેસર રહેવાનો તેનો સ્વભાવ અપૂર્વ છે. આ સ્વભાવને કારણે તે પોતાને જાણે છે, પરને જાણે છે અને પર દ્વારા જણાઈ પણ શકે છે. અર્થાત્ જીવનો શાયકગુણ એવો છે કે તે પોતાના સ્વરૂપને જાણે છે, બીજા આત્માના સ્વરૂપને જાણે છે, સાથે અન્ય દ્રવ્યો જેવાં કે પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ જેમનામાં બીજા દ્વારા જણાવાની શક્તિ છે પણ પોતે પોતાને જાણી શકતાં નથી, તેને પણ જાણે છે, અને બીજા આત્માઓ દ્વારા તે પોતાના સ્વરૂપથી જણાઈ પણ શકે છે, આમ આ ચેતનમય આત્માનું જ્ઞાનરૂપ વિશેષ પ્રકારથી છે. તે સ્વને જાણે છે, પ૨ને જાણે છે, ૫ર દ્વારા જણાય છે. અને વળી, જ્ઞાયકતાની બાબતમાં અગ્રેસર રહે છે, તે આત્મસ્વભાવનું અપૂર્વપણું છે. બીજાં કોઈ પણ દ્રવ્ય આ પ્રકારની અગ્રેસરતા પામી શકતા નથી. આ અગ્રેસ૨ ૨હેવાના ગુણથી જીવ પૂર્ણ શુદ્ધ થવા માટે ઉચ્ચતાથી પુરુષાર્થ કરી શકે છે, તે પણ જીવના સ્વભાવનું અપૂર્વપણું છે.
અગ્રતાની સાથે સાથે રહેલો જ્ઞાયકગુણ એટલો વિશેષ છે કે કર્મોની ગમે તેવી બળવત્તરતાવાળી સ્થિતિમાં પણ તે પોતાની મૂળભૂત શક્તિને છોડી દેતો નથી. સ્થાવર એકેંદ્રિયની સ્થિતિમાં પણ તેનાં જ્ઞાન અને દર્શનગુણ સંપૂર્ણપણે અવરાતાં નથી, બલ્કે અક્ષરના અનંતમા ભાગ પ્રમાણ જ્ઞાનદર્શનનો તેને ક્ષયોપશમ હોય છે. અતિ અલ્પાંશે તેને પદાર્થનો સામાન્ય બોધ (દર્શન) અને વિશેષ બોધ (જ્ઞાન) રહે છે, તેનાં જ્ઞાનદર્શન ક્યારેય પૂર્ણતાએ અવરાતા નથી. આ જ જીવના સ્વભાવનું અપૂર્વપણું છે કે જગતની કોઈ પણ તાકાત તેનાં જ્ઞાન દર્શનના ગુણને કચડી શકતી નથી. એટલું જ નહિ, પણ સમય આવ્યે એ જ જીવ શાનદર્શનનો આધાર લઈ, સર્વ કર્મોને ફગાવી પૂર્ણ શુધ્ધ થાય છે.
“શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં જે સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ
૨૩૯