________________
કેવળી પ્રભુનો સાથ
પણ જે સુંદરતા જણાય છે તેનું કારણ પણ આત્માનો રમણીયપણાનો ગુણ છે. જેની સાથે જીવનો યોગ થાય તેની સાથે સુંદરતા વણાઈ જતી દેખાય છે. જ્યારે ત્યાંથી જીવ વિદાય લે છે ત્યારે દેહની રમણીયતા નાશ પામી જાય છે. આવા અનુભવથી જીવની રમણીયતા આપવાની શક્તિનો આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે. અત્યંત અશુભ કર્મથી લેપાયેલા જીવમાં પણ જડને સુંદરતા આપવાની શક્તિ છે, તે દેખાય છે, તો પછી કર્મથી પૂર્ણ મુક્ત આત્માનું રમણીયપણું કેવું અભુત હોવું જોઇએ?
કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઇચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય એવો એ પ્રગટ ‘ઉર્ધ્વતાધિર્મ” તે જેને વિશે છે, તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે.” “પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહિં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહિં, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે.”
- શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮ આત્મા એ જ્ઞાયક – જાણનાર છે. જે જ્ઞાયક હોય તે પોતાનાં અસ્તિત્વ વિના બીજા પદાર્થોને જાણી શકે નહિ. કોઈ પણ પદાર્થના પ્રહણ, ત્યાગ કે તે પ્રતિ
૨૩૮