________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
સાથે કર્મની અતિ ઉગ્ર બળવાન સ્થિતિમાં પણ જીવના ચેતનપણાનું અસ્તિત્વ રહે છે, એ ચેતનત્વ કોઈ ને કોઈ પ્રકારે જરૂરથી અનુભવી શકાય છે. વળી, તેનાં જ્ઞાન તથા દર્શનગુણ કદી પણ સંપૂર્ણપણે અવરાયેલા થતા નથી, તે ઓછામાં ઓછા અક્ષરના અનંતમા ભાગે વ્યક્તરૂપે હોય જ છે, ઉત્કૃષ્ટપણું આવે તો સંપૂર્ણ નિરાવરણ થતાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે. વળી, આત્મા કોઈ પણ અવસ્થામાં કે સંજોગોમાં પોતાના મૂળભૂત ગુણોથી સંપૂર્ણ જુદો થતો જ નથી, તેનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનું છે. તેની એક અવસ્થાનો નાશ થાય તો બીજી અવસ્થાની ઉત્પત્તિ થાય જ છે. આમ તેની અવસ્થાઓ ફર્યા કરે છે, છતાં દ્રવ્ય રૂપે તેનો તે જ આત્મા સર્વ અવસ્થામાં ટકી રહે છે. એટલે કે તેને પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોવા છતાં તે ત્રણે અવસ્થામાં દ્રવ્ય રૂપે આત્મા સ્થિર રહે છે. આત્માનું આવું સમપણું એ તેનો વિશિષ્ટ સ્વભાવ છે. આ ઉપરાંત પોતે કષાયોથી ઉપરામ થઈ સમતા જાળવવી એ પણ આત્માનું એક પ્રકારનું સમપણું છે, જ્યાં સુધી જીવ કર્મથી બંધાયેલો છે ત્યાં સુધી તે અશુદ્ધ છે, પણ સમપણાના આ વિશિષ્ટ સ્વભાવને લીધે તે બળ કરી, પુરુષાર્થ કરી, પૂર્ણ શુધ્ધ થવાની ચાવી મેળવી શકે છે અને પોતાના અપૂર્વ સ્વભાવને પૂર્ણતાએ જાગૃત કરે છે.
“પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે ૨મતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે.”
– શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮.
પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ એ એકેંદ્રિય જીવો છે, તેમાં જે સુંદરતા રહી છે, જેને આપણે કુદરતી સૌંદર્યરૂપે ઓળખીએ છીએ તેનું કારણ છે આત્મામાં રહેલો સુંદરતા આપવાનો ગુણ. એ જ રીતે બેથી સંક્ષીપંચેન્દ્રિય જીવોના દેહમાં
૨૩૭