________________
કેવળી પ્રભુનો સાથ
એકેંદ્રિયની સ્થિતિમાં પણ આત્માના આ ગુણો અતિ અતિ અલ્પ માત્રામાં પણ અનુભવગોચર થાય છે. તો પછી તેનાથી ચડિયાતી દશામાં આ ગુણોનો વિશેષતાએ પ્રકાશ હોય, તેમાં શું નવાઈ ? અને જ્યારે જીવ પૂર્ણ શુધ્ધ થઈ પોતાનું આત્મસ્વરૂપ ધારણ કરે ત્યારે આ સર્વ ગુણો ઉત્કૃષ્ટતાએ પ્રગટે તે સહેજે સમજી શકાય તેવી બાબત છે. અને આ અપૂર્વતા પ્રતિ જીવને દોરી જનાર છે શ્રી સત્પરુષ, એની જાણકારી અને અનુભવ જ્યારે જીવને થાય છે ત્યારે તેમના પ્રતિ માનથી અને અહોભાવથી જીવનું મસ્તક ઝૂકી પડે છે.
“શ્રી તીર્થકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા ‘સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્યાત પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે.”
– શ્રી. રા.વચનામૃત આંક ૪૩૮. નિત્યનિગોદમાં રહેલા જીવથી શરૂ કરી, સિધ્ધભૂમિમાં બિરાજમાન થયેલા આત્મા સુધીના કોઈ પણ જીવના આત્મપ્રદેશોની સંખ્યામાં કોઈ પણ કાળે, કોઈ પણ સ્થળે કોઈ પણ સંજોગમાં એક પણ પ્રદેશની હાનિ કે વૃદ્ધિ થતી નથી, તે તો સર્વ કાળે સમ જ રહે છે. સર્વ અવસ્થામાં અને સર્વ કાળે જીવ અસંખ્યાત પ્રદેશી જ રહે છે. સાથે
૨૩૬