________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
વેદન કરાવનાર વેદનીય અને જન્મ મૃત્યુનાં દુ:ખમાંથી પસાર કરાવનાર આયુષ્ય કર્મની જાળમાં જીવ ફ્લાયેલો છે. આ પ્રકારે કર્મોથી લેપાયેલો આત્મા કર્મની તરતમતા પ્રમાણે એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્થિતિ પામે છે. તેને જીવવા માટે દશ પ્રાણનો આધાર મળે છે. મનોબળ, વચનબળ, કાયબળ, એક થી પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ મળી કુલ દશ પ્રાણ કહેવાય છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને વિયોગથી જીવ મરે છે. આ પ્રાણ વડે જે જીવતો હતો, જીવે છે અને જીવશે તે “જીવ’ કહેવાય છે.
એકેંદ્રિય જીવને ચાર પ્રાણ હોય છે : કાયબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ.
બેઇન્દ્રિય જીવને છે પ્રાણ હોય છે કે તેને વચનબળ અને રસના ઇન્દ્રિય એ બે પ્રાણ વધે છે.
ત્રણ ઇન્દ્રિય જીવને સાત પ્રાણ હોય છે. તેને ધ્રાણેન્દ્રિય પ્રાણ વધે છે. ચોરેંદ્રિય જીવને આઠ પ્રાણ હોય છે. તેને ચક્ષુ ઇન્દ્રિય પ્રાણ વધે છે. પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ હોય છે તેને શ્રવણેન્દ્રિય પ્રાણ વધે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવને દશ પ્રાણ હોય છે તેને સંજ્ઞારૂપ મનોબળ પ્રાણ વધે છે.
કર્મની બળવત્તરતાનાં અનુસંધાનમાં જીવનાં પ્રાણની સંખ્યા અને તેજસ્વીતા તથા તીક્ષ્ણતાની નિશ્ચિતતા નક્કી થાય છે. પ્રાણ વડે જીવતા જીવનાં લક્ષણો શ્રી જ્ઞાની ભગવંતોએ આ પ્રમાણે વર્ણવ્યા છે. શ્રી સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસજી જીવનાં લક્ષણો ટાંકતા લખે છે કે –
“સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ,
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” જીવના સ્વભાવની મોટામાં મોટી અપૂર્વતા એ છે કે કર્મોની ગમે તેવી બળવત્તર સ્થિતિમાં પણ તે પોતાના આ મૂળભૂત ગુણોનો આત્યંતિક ત્યાગ કરતો નથી, સ્થાવર
૨૩૫