________________
કેવળી પ્રભુનો સાથ
સિવાય કોઈ પણ દ્રવ્યમાં જોવાની, જાણવાની કે અનુભવ કરવાની શક્તિ ન હોવાને કારણે તેના સ્વરૂપની ઊંડાણભરી સમજ આપીને સ્વસ્વરૂપ પ્રગટાવવા માટે જીવને બળવાન નિમિત્ત આપવાનો પુરુષાર્થ શ્રી પ્રભુ કરતા રહે છે. આમ શ્રી પ્રભુ આત્માનાં લક્ષણોની અપૂર્વતા જણાવી તે રૂપ પ્રગટાવવા બળવાનપણે પ્રેરણા કરતા રહ્યા છે, જે પ્રેરણા ઝીલી સપુરુષ પ્રગટપણે આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવાની ચાવી અંગતજીવોને બતાવતા રહે છે, તે તેમનો કદી ન વિસરી શકાય એવો મહાન ઉપકાર છે.
શ્રી પ્રભુએ આત્માની – ચેતન દ્રવ્યની બે અવસ્થાઓ બતાવી છે. એક ચેતનની અશુધ્ધ અવસ્થા અને બીજી ચેતનની શુદ્ધ અવસ્થા. જે અવસ્થામાં ચેતન જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય આદિ આઠે કર્મોથી વીંટળાયેલો રહે છે, તે આઠે કર્મના ઉદયથી ચારે ગતિમાં એકથી પંચેન્દ્રિય સ્વરૂપે પોતાનું મૂળ સ્વરૂપ આવરી પરિભ્રમણ કરે છે તે અશુધ્ધ ચેતનની અવસ્થામાં છે, તેમાં તેના મોટાભાગના ગુણો અપ્રગટ જેવા રહ્યા હોય છે. કર્મથી લેપાયેલ આ અશુધ્ધ ચેતન જીવ' તરીકે ઓળખાય છે. જીવ એટલે કર્મથી અવરાયેલો આત્મા. આ કર્મબંધનથી છૂટેલો, ચાર ઘાતકર્મોથી મુક્ત થયેલો આત્મા શુધ્ધાત્મા થાય છે, અને જ્યારે તે બાકીનાં ચાર અઘાતી કર્મથી છૂટે છે, અર્થાત્ આઠે કર્મથી પૂર્ણતાએ છૂટી, પોતાનાં આઠ પ્રકારના ઉત્તમ ગુણોરૂપ સ્વભાવનો ભોક્તા થઈ સિધ્ધભૂમિમાં અનંતકાળ માટે બિરાજમાન થાય છે ત્યારે તે ‘પૂર્ણ શુધ્ધાત્મા' બને છે. તે શુદ્ધ ચેતન રૂપે પણ ઓળખાય છે. આવી અશુધ્ધ કે શુધ્ધ એ બંને અવસ્થામાં આત્મા પોતાનું અન્ય દ્રવ્યથી ન્યારાપણું – અલગપણું જાળવી રાખે છે તે તેનો અપૂર્વ સ્વભાવ છે. આ સ્વભાવનું જાણપણું કરાવનાર છે શ્રી પુરુષ. તેથી શ્રી સત્પરુષ અપૂર્વ સ્વભાવના પ્રેરક બને છે.
આત્મા તેની અશુધ્ધ અવસ્થામાં મૂળ આઠ કર્મથી તરતમતા સાથે અવરાયેલો, લેપાયેલો રહે છે, જ્ઞાનદર્શનને આવરનાર બે આવરણીય કર્મો, ચારિત્રને સંધનાર મોહનીય કર્મ, સ્વરૂપથી ચલિત કરી વીર્યહીન કરનાર અંતરાય કર્મ, આત્માને રૂપી સ્વરૂપમાં ધકેલનાર નામકર્મ, ઉચ્ચ નીચ સ્થિતિ આપનાર ગોત્ર કર્મ, શાતા અશાતાનું
૨૩૪