________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અપૂર્વ સ્વભાવને પ્રેરક સમગ્ર લોકમાં – વિશ્વમાં છ પ્રકારનાં દ્રવ્યો વ્યાપેલાં છે, એમ શ્રી તીર્થકર પ્રભુએ જણાવ્યું છે. એટલે કે આ વિશ્વ છ દ્રવ્યો જ ધરાવે છે, તેથી એક પણ નવું દ્રવ્ય તેમાં ફેલાયેલું નથી. આ છ દ્રવ્યમાં મુખ્ય બે ભાગ છેઃ જીવ અને અજીવ. જીવત્વવાળો – ચેતનવાળો, જ્ઞાન તથા દર્શન ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, સુખસ્વરૂપ, કર્માવસ્થામાં મૂર્ત અને શુદ્ધાવસ્થામાં અમૂર્ત એવો જીવ છે. ત્યારે પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ પાંચ દ્રવ્ય અજીવ કહ્યાં છે.
જે વર્ણ(રૂપ), રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણોથી યુક્ત છે તે પુગલ છે. પુગલમાં મળવાનો અને વિખરાવાનો ગુણ સ્વાભાવિકપણે રહેલો છે. પુગલનું આ એકઠા થવાનું કે વિખરાવાનું કાર્ય જીવનાં ભાવમાં નિમિત્તથી થયા કરે છે. જીવ તથા પુગલને ગતિ કરવામાં જે તત્ત્વ સહાયરૂપ કે નિમિત્તરૂપ થાય છે તે ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય છે, અને જીવ તથા પુદ્ગલને સ્થિતિ કરવામાં જે તત્ત્વ સહાયરૂપ કે નિમિત્તરૂપ થાય છે તે અધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની અવગાહના કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. અને જીવ તથા પુદ્ગલમાં થતા ફેરફારની નોંધણી જેનાં કારણે થઈ શકે છે, એટલે કે જે જીવ તથા પુદ્ગલનાં પર્યાય બતાવે છે તે કાળદ્રવ્ય છે. આમ આ છએ દ્રવ્યની લાક્ષણિક વર્તનાને કારણે આખા વિશ્વનું સંચાલન થયા કરે છે.
સર્વ દ્રવ્યોમાં સૌથી મુખ્ય કે પ્રધાન કહી શકાય એવું દ્રવ્ય તે જીવ દ્રવ્ય છે, એમ શ્રી ભગવાને જણાવ્યું છે. જીવ દ્રવ્યમાં પોતાને જાણવાની, બીજાને જાણવાની, બીજાથી જણાવાની, વિચાર કરી શકવાની એવી અનેક શક્તિઓ ભરેલી પડી છે. અને જીવમાં રહેલા ચેતનત્વ ગુણને કારણે આખું જગત સચેતન અનુભવાય છે. જો આ જગતમાંથી ચેતન દ્રવ્યને ખેંચી લેવામાં આવે તો આખું જગત જડવતુ-ક્રિયાશૂન્ય થઈ જાય. આવા અદ્ભુત ગુણો ધરાવનાર શ્રી પ્રભુનું અને સર્વ જીવોનું મૂળભૂત સ્વરૂપ છે તેથી જીવ તત્ત્વને જગતમાં સહુથી વિશેષ પ્રધાનતા આપવામાં આવી છે. વળી, ચેતન
૨૩૩