________________
કેવળી પ્રભુનો સાથ
શીતળતા અનુભવાય છે, એટલે કે વર્તતી અશાંતિમાં ખૂબ જ મીઠું આશ્વાસન મળે છે અને સંસારના પરિતાપોથી છૂટવા માટે માર્ગ મળ્યો હોય તેવી લાગણી બળવાન થવાથી જીવનનું ધ્યેય સ્પષ્ટ થતું જણાવાથી તેને ખૂબ આનંદની અનુભૂતિ જાગતી જાય છે. આ વાણીની અસરનું વર્ણન આ રીતે થઈ શકે...
શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર, જીવનમાં જ્યારે ઝાળ લાગે ને અંગે ઊઠે અંગાર,
છાંટે ત્યારે શીતળ પાણી, એવી ગુરુરાજની વાણી. સપુરુષની વાણી જીવનાં જીવનના ઘા રુઝાવવાનું કામ કરે છે.
શ્રી સત્પરુષનાં વચનોની આવી મીઠાશ અને તેનાથી નીપજતી મીઠાશને માણનાર જીવને તેમનાં દર્શન કરવાની અભિલાષા જાગે છે. પ્રારંભમાં મોટેભાગે જીવ સત્પરુષોનાં વચનો જેમાં સંગ્રહાયેલા હોય તેવા ગ્રંથ દ્વારા – તે ગ્રંથના અભ્યાસ દ્વારા કે તે ગ્રંથના શ્રવણ દ્વારા બોધ ગ્રહણ કરે છે. એ બોધ જ્યારે જીવમાં પરિણમે છે ત્યારે તેનું પુણ્ય એકત્રિત થવાથી તેને આવા ઉત્તમ બોધદાતા પુરુષનાં દર્શન કરવાની જિજ્ઞાસા પ્રગટે છે. આ જિજ્ઞાસા કાળે કરીને ઝંખનામાં પલટાય છે. અને મહતું પુણ્યના યોગથી, મન વચન તથા કાયાની એકતામાં પ્રવર્તતા સપુરુષરૂપ ગુરુની પ્રાપ્તિ કરી તેમની મુખમુદ્રાનાં દર્શન કરવા જીવ ભાગ્યશાળી થાય છે. સાચા સપુરુષની ઓળખ થતાં તેની સગુરુનાં દર્શન કરવાની અભિસા પૂરી થાય છે. એમની વીતરાગતાથી સુશોભિત મુદ્રા જીવને શાંતિ, સમતા, ધીરજ અને મૈત્રીનો સંદેશો મૌનતાથી, વચનની સહાય લીધા વિના જ આપે છે. એ સંગુરુનાં હૃદયમાં સહુના કલ્યાણ માટેના ભાવ સતત રમતા હોય છે, તેમણે પ્રાપ્ત કરેલી આત્મશુદ્ધિથી પ્રગટ થતું તેજ તેમના આખા દેહમાંથી અને મુખ્યતાએ વદનમાંથી નીકળી ચોતરફ પ્રસરતું હોય છે, આત્માની શુદ્ધિ થતાં જે સહજાનંદ તેમને વેદાય છે તે પ્રસન્નતા તેમના મુખ પર છવાયેલી હોય છે, અને શ્રી પ્રભુમાં તેમણે કરેલી અતૂટ શ્રદ્ધાથી પ્રગટતી શાંતિ તથા નિરાકૂળતા એ સદ્ગુરુની આભાને ખૂબ ખૂબ પ્રતિભાસંપન્ન બનાવતી જુએ છે
૨૦૪