________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
ઉત્કૃષ્ટથી મધ્યમ પ્રકારે ધરાવતાં હોય છે. અને તેનો પ્રભાવ સર્વ સામાન્ય જન ઝીલી મોક્ષમાર્ગે આગળ વધી શકે છે. છદ્મસ્થરૂપે પંચપરમેષ્ટિ પદમાં સ્થાન પામ્યા ન હોય, છતાં અમુક કાળ માટે આવું કલ્યાણકાર્ય કરનારા પુરુષો પણ હોય છે. સપુરુષોનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ કેવું અદ્ભુત કલ્યાણકાર્ય કરી આશ્ચર્ય ઉપજાવે છે તે સમજવા યોગ્ય છે. તે વિશે વિચારીએ.
પ્રારંભિક અવસ્થામાં જીવ સામાન્યપણે સત્પરુષની અસર નીચે તેમનાં વચનો દ્વારા આવે છે. ઉત્તમ પુરુષોએ જે કલ્યાણકારી બોધ આપ્યો હોય, તેના સારરૂપ વચનોમાં પોતાના સંસારના અનુભવનો નિચોડ ઉમેરી, સપુરુષ જીવને સંસારનાં બંધનોથી છૂટવા કલ્યાણ બાજુ કેવી રીતે સરતા જવું તે બાબતનું માર્ગદર્શન પરમ પ્રેમથી, સ્નેહાળ વચનોથી આપતાં હોય છે, આવા નિર્મળ પ્રેમથી ભરેલાં તથા અનુભવમૂલક માર્ગદર્શન આપનારાં વચનો સંસારમાં ધક્કા ખાતા જીવને વિચાર કરતા કરી મૂકે છે કે પોતે જે ધ્યેયહીન રઝળપાટ કરે છે તે કેટલી યોગ્ય છે! જ્યાં સુધી સત્પરુષનાં વચનોરૂપ લાકડીનો પ્રહાર કર્મ પર થતો નથી, ત્યાં સુધી કર્મનું જોર તૂટતું નથી, અને આમ થવાથી જીવનાં જીવતરને મળતો સાચો વળાંક પણ રુંધાય છે. આમ જે શાસ્તા પુરુષો છે તેમનાં બોધવચનો દ્વારા જીવને સપુરુષનો સૌ પ્રથમ-પ્રાથમિક પરિચય મળે છે. અને જીવ વર્તમાનમાં પોતાને વર્તતી દેહાત્મબુદ્ધિરૂપ વિચારસરણીને આત્મબુદ્ધિ તરફની વિચારસરણીમાં રૂપાંતરિત કરવાનો લાભ પામે છે. અને તે જીવનાં જીવનનું ધ્યેય સંસારલક્ષી મટી આત્મલક્ષી થતું જાય છે. આવી છે સપુરુષોનાં વચનની અસર! સપુરુષનાં હૃદયમાં રમતો સર્વ જીવો પ્રત્યેનો કલ્યાણભાવ, કરુણાભાવ અને મૈત્રીભાવ તેમનાં વચનોમાં અંકિત થતો હોવાથી એ વચનો જીવ પર અમૃત જેવી અસર ઉપજાવે છે. અમૃત જીવને વ્યવહારથી દીર્ધાયુષી બનાવે છે એટલે કે અપેક્ષાએ અમરતા આપે છે, અને સાથે સાથે પોતામાં રહેલી મીઠાશને દેહવ્યાપી બનાવે છે. આવી જ અમૃતમયી અસર સપુરુષનાં વચનો નીપજાવે છે. તેમનાં અનુભવમૂલક અને સત્યથી ઉભરાતાં વચનો અશાતાથી ભરેલા જીવને ખૂબ શાંતિ તથા ઠંડકનો અનુભવ કરાવે છે. જે જીવ એમનાં વચનો સાંભળે છે તે જીવને બળબળતા સંસારના તાપમાં
૨૦૩