________________
કેવળી પ્રભુનો સાથ
ખડકાયેલા કર્મના ગંજને ઘટાડે છે, અને દુર્જનના સમાગમથી અસંજ્ઞી અશુભ પરિણતિ સેવી પોતા પરનો કર્યબોજ વધારી નાખે છે. અસંજ્ઞીપણામાં પુરુષની અસર માત્ર સમાગમથી જ થાય છે, જો સંપર્ક ન હોય તો સપુરુષના સભાવની અસર તેના પર થતી નથી, કારણ કે અસંજ્ઞાને કારણે જીવમાં સારાસાર વિવેક કે વિચારણા ન હોવાથી વચનામૃત તથા મુદ્રાની અસર સંભવતી નથી, ચૌરેંદ્રિય સુધીના જીવ તો શ્રવણંદ્રિયનો ઘાત હોવાથી વચનામૃત સાંભળી જ શકાતા નથી, તો પરિણમન તો ક્યાંથી સંભવે? મુદ્રાની અસર મેળવવા જીવને ચક્ષુઇન્દ્રિયની જરૂર ઉપરાંત સંજ્ઞાની જરૂર રહે છે તેથી ત્રણ ઇન્દ્રિય અસંજ્ઞી વચનામૃત તથા મુદ્રાનો લાભ પામી શકતો નથી, ચૌરેંદ્રિય સપુરુષની મુદ્રા જુએ છે ખરો, પણ તેનું મહાભ્ય સમજી ન શકવાને કારણે તેનો લાભ થતો નથી. આમ અસંજ્ઞીપણામાં જીવને માત્ર તેના સમાગમના આધારે જ લાભ થાય છે, સપુરુષનાં વચનામૃત તથા મુદ્રાની સુંદર અસર માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ લઈ શકે છે એ સમજવા યોગ્ય બાબત છે.
અસંજ્ઞીપણામાં જ્યારે પૃથ્વીકાય જીવ સત્પષના સમાગમમાં આવે છે અને તેના નિમિત્તે શુભપરિણામી થઈ દેહત્યાગ કરે છે, ત્યારે તે અપકાયરૂપે દેહ ધારણ કરે છે. સપુરુષનો સમાગમી અપકાય જીવ એ જ રીતે શુભ પરિણામી થઈ તેઉકાય બને છે, એ જ રીતે તેઉકાય વાયુકામાં આવે છે, વાયુકાય વનસ્પતિકાયના દેહ ધારણ કરે છે. વનસ્પતિકાય જીવો સપુરુષના શુભ સમાગમથી બેઈન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે, એટલે કે સ્થાવરકાય છોડી તે જીવ ત્રસકાયના દેહ ધારણ કરે છે. એ જ રીતે સપુરુષના સમાગમથી જીવ બે માંથી ત્રણ, ત્રણમાંથી ચાર, ચારમાંથી પાંચ અને છેવટે સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવે છે. અસંજ્ઞીમાંથી સંજ્ઞી થતા સુધીના વિકાસ માટે સત્પરુષનો સમાગમ જ કાર્યકારી થાય છે, પણ સંજ્ઞા આવ્યા પછી જીવ વિચારશક્તિ આવતાં પોતાનો ગમો અણગમો જાણી શકે છે તેમજ વ્યક્ત પણ કરી શકે છે. આમ જીવ પોતાનો ગમો-અણગમો, રુચિ-અરુચિ, લાભ-ગેરલાભ નક્કી કરે છે તે સંજ્ઞાપ્રાપ્તિનું ફળ છે.
આવી સંજ્ઞા મળ્યા પહેલાં જીવ મુચ્છિત રૂપે વર્તે છે, સ્વ જેવી કોઈ સભાનતા તેને હોતી નથી. તેને જો સપુરુષનો સમાગમ અને અસર મળે તો જ તે જીવ
૨૦૮