________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
તે પ્રક્રિયા રાતોરાત પૂર્ણ થતી નથી, પણ તે ક્રિયા ક્રમથી જીવમાં આમૂલ પરિવર્તન કરાવતાં કરાવતાં પૂર્ણ સિદ્ધિ આપવા સુધીનો વિકાસ કરાવે છે.
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર શ્રી પુરુષરૂપ સદ્ગુરુનો યોગ જીવને પાત્રતા આવ્યા પછી થાય છે, ત્યારે તે જીવ ગુરુ માટે યોગ્ય આકર્ષણ વેદે છે, તેને ગુરુ માટે અંતરંગથી પ્રેમનો ઊભરો અનુભવાય છે. તેમનાં વચનો પોતાનાં જીવનને સુધારવા માટે ખૂબ ઉપકારી છે એવી લાગણી વેદાય છે. તેના અનુસંધાનમાં તેમની શાંત મુદ્રાનું આકર્ષણ બળવાન થતું જાય છે, અને આ સત્પરુષ પોતાને માટે સ્વજન તથા આધારયોગ્ય વ્યક્તિ છે એ ભાવ દઢ થતો જાય છે. તે દઢતા વધતાં તેમણે જે માર્ગદર્શન આપ્યું છે, તે જ રીતે વર્તવાના તેના ભાવ સબળ થતા જાય છે. જીવમાં આવી શુભ ભાવનાઓ જન્મ પામી વર્ધમાન થવા માંડે છે ત્યારથી એ સત્પરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ જીવ પર આશ્ચર્યકારક અસર કરવા માંડે છે. જીવનાં જીવનમાં ઉત્તરોત્તર સારો પ્રભાવ તેના થકી નિર્માણ થતો જાય છે.
સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમની અદ્ભુત અસર જીવને સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં થાય છે, પરંતુ તે પહેલાં પણ સત્પષની અસર જીવ પર થતી હોય છે. અસંજ્ઞીપણામાં પણ જીવ પુરુષની ઉત્થાનક અસર પામે છે. આ અસર છે “સુષુપ્ત ચેતનને જાગૃત કરવાની. અનાદિકાળથી જીવ ચતુર્ગતિરૂપ આ સંસારમાં એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીની જાતિમાં સતત જન્મમરણ કર્યા જ કરે છે. જ્યાં સુધી જીવ અસંજ્ઞી હોય છે ત્યાં સુધી તેનામાં કોઈ પણ સ્વતંત્ર ભાવ કરવાની શક્તિ હોતી નથી, બલ્ક જે પ્રકારના શુભાશુભ સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં આવે, સમાગમમાં આવે તે જીવના આધારે શુભાશુભ ભાવ તેને થાય છે. પરિણામે તે અસંજ્ઞી સદ્ભાવી – સગુણી સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં રહી શુભભાવી બની વિકાસ કરે છે, અને અસગુણી – અશુભભાવી સંજ્ઞી પંચેન્દ્રિયના સંપર્કમાં રહી અશુભભાવી થઈ પીછેહઠ કરે છે. એટલે કે સત્પરુષના સમાગમથી અસંજ્ઞી જીવ સ્વાભાવિક રીતે શુભ પરિણતિ પામી પોતાપર
૨૦૭