________________
કેવળી પ્રભુનો સાથ
શ્રી સદ્ગુરુના સમાગમમાં કેવી રીતે કરવું તેની ચાવી મેળવવા તે જીવ ઉત્સુક થાય છે. પરિણામે આવા ભાવના બળવાનપણાથી તેને સત્પષના સમાગમનો સહજ યોગ થાય છે, તેમની સાથે રહી તેમનું જીવન અવલોકવાનો અવકાશ મળે છે ત્યારે તેને સપુરુષ પ્રતિના અભાવને કારણે અનેકવિધ લાભ થાય છે, તે જીવને પોતાના જીવનની સુધારણા કરવાની અમૂલ્ય તક મળે છે. વિવિધ પ્રકારના ઉદયોની વચ્ચે રહેતા સત્પરુષ પોતાના જીવનનું સમતોલન કેવી રીતે જાળવે છે, સબળા કે નબળા કર્મના ઉદયમાં પોતાની આત્મસ્થિરતા કેવી રીતે ટકાવે છે, અને તેમનો આત્મા ક્યા દૃષ્ટિકોણથી કેવા કર્મને હલ કરે છે એ સઘળું નજીકથી અવલોકવાનો સુઅવસર જીવને પુરુષના સમાગમ વખતે પ્રાપ્ત થાય છે. આ અવલોકનનો પૂર્ણ લાભ લઈ તે જીવ પોતાનાં જીવનની સુધારણા ત્વરાથી કરી શકે છે. કારણ કે જે તર્ક, દલીલ કે બોધથી ગ્રહણ થઈ શકતું નથી તે પુરુષના સહજ વર્તનના અવલોકનથી ગ્રહણ કરી શકાય છે. શ્રાવ્ય કરતાં દશ્યનું મહત્ત્વ હંમેશા રહેલું જ છે. આ ઉપરાંત જીવને પોતાની જે જે ભૂલો સમજાતી નથી, તેવી કેટલીયે ભૂલો સપુરુષના સમાગમમાં તેમને પ્રત્યક્ષ થાય છે, અને તેઓ પરમ કરુણા તથા કલ્યાણભાવથી જીવને તે ભૂલનું પ્રત્યક્ષપણું કરાવી, જીવને એ થતી ભૂલથી બચાવી લે છે. અને જીવને તેની ભૂલોથી છૂટવા માટે પુરુષ બળવાન નિમિત્ત સાબિત થાય છે.
આ પ્રમાણે જેમણે જીવ સમસ્ત માટેનો ઊંડો કલ્યાણભાવ વેદ્યો છે, એવાં સપુરુષનાં વચનો, મુદ્રા અને સત્સમાગમનો ત્રિવેણી સંગમ જીવમાં આમૂલ પરિવર્તન લાવે છે. સંસારમાં પરવશપણે રખડતો, રગડાતો, દાઝતો જીવ સંસારની અદમ્ય આસક્તિથી છૂટતો જાય છે. અજ્ઞાનવશ કર્મવૃદ્ધિની પ્રવૃત્તિમાં રાચતો જીવ કર્મક્ષય કરવાની ઉત્તમ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થતો જાય છે, અને તેનાં ફળરૂપે અનંત સંસારી જીવ શ્રી સત્પરુષરૂપ સગુરુનાં સાનિધ્યમાં આવી પરિતસંસારી થઈ મોક્ષના અલભ્ય લાભને લાભનાર બને છે. અલબત્ત, આ કાર્યસિદ્ધિ માટે જીવની છૂટવાની ઇચ્છા, અને સપુરુષરૂપ સદ્ગુરુ માટે પ્રેમ, શ્રદ્ધા તથા અર્પણતાની જરૂરિયાત રહેલી છે તે ભૂલવા યોગ્ય નથી. જીવની પાત્રતા અને સત્પરુષનું નિમિત્ત યોગ્યતાએ મળવાથી આ પ્રક્રિયાની શરૂઆત થાય છે.
૨૦૬