________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
એકેંદ્રિયપણાથી સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ કરી શકે છે. પરંતુ તે જીવને કમનસીબે જો અશુભભાવી અધમ આત્માનો સમાગમ થાય તો તે જીવ તેની અસરના કારણે સંજ્ઞા તથા એક પછી એક ઇન્દ્રિય ગુમાવતો જાય છે, અને છેવટે પૃથ્વીકાયરૂપે એકેંદ્રિયપણા સુધી નીચે ઊતરી જાય છે. અને ત્યાંથી વિકાસ કરવા માટે ફરીથી સપુરુષનો સમાગમ થાય ત્યાં સુધી તેને રાહ જોવી પડે છે. જીવને જ્યારે પુરુષનો સમાગમ અને શુભભાવનો સંયોગ મળે છે ત્યારે તેનો વિકાસ થાય છે, તેનાં ચેતનનાં જે મૂળભૂત જ્ઞાન તથા દર્શન ગુણ છે તેમાં વૃદ્ધિ કરવાનો અવકાશ તેને મળે છે. અને તે જીવ વિપરીત પુરુષના યોગમાં આવે છે ત્યારે તેનો વિકાસ રુંધાય છે, કેટલીકવાર અધોગતિ પણ થાય છે. આવી ચડ ઊતર અસંજ્ઞીપણામાં જીવ અસંખ્યવાર કરતો રહે છે; તે જેવા યોગમાં આવે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે. આ અસરનું પૃથક્કરણ કરીએ તો આપણને સમજાય છે કે પુરુષના શુભ ભાવની અસરથી જીવનું સુષુપ્ત ચેતન જાગૃત થતું જાય છે. સુષુપ્ત ચેતન એટલે સૂતેલું અથવા અજાગૃત ચેતન. જીવનું ચેતન ઉત્કૃષ્ટતાએ અજાગૃત હોય ત્યારે તે પૃથ્વીકાયરૂપે હોય છે. પુરુષની અસરથી જેમ જેમ જાગૃતિ વધતી જાય છે તેમ તેમ તે જીવ અપકાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય થાય છે. તેનાથી વિશેષ જાગૃત થાય છે ત્યારે તે જીવ એક પછી એક ઇન્દ્રિય મેળવતો જાય છે, અને સત્પરુષની કૃપાથી સંજ્ઞીપંચેન્દ્રિયપણું મેળવી સ્વાયત્ત થાય છે. આમ થવામાં હકીકત એમ બને છે કે પુરુષના સંપર્કથી ચેતનનાં જ્ઞાન તથા દર્શનનો ક્ષયોપશમ વધતો જાય છે, અને આવરણો ઘટતાં જતાં હોવાથી તેની ઇન્દ્રિયોની સંખ્યા તથા શક્તિ પણ વધતાં જાય છે. બીજી રીતે સમજીએ તો કહી શકાય કે અસંજ્ઞીપણામાં જીવ પોતાની મેળે કંઈ પણ કરવા સમર્થ ન હતો, તે પુરુષના યોગમાં આવી, તે યોગનો સવળો ઉપયોગ કરી વિકાસ કરી શકે છે, એ સૂચવે છે કે જીવનાં અસંજ્ઞીપણામાં પણ સપુરુષનો આત્મા તેનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરી શકે છે. જીવમાં સજાગપણું કે સભાનપણું પણ નથી એવા કાળે પણ સત્પરુષની આવી ઊંડી અને ઉત્તમ અસર આપણને જોવા મળે છે, તો પછી, સમજપૂર્વક સભાનતા સાથે સંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવ જો સપુરુષનો આશ્રય સ્વીકારે તો તેના પર કેવી અદ્ભુત તથા અકલ્પનીય અસર થાય! એ અસરનો અંદાજ લગાવવો પણ અશક્ય લાગે છે.
૨૦૯