________________
કેવળી પ્રભુનો સાથ
વાતચીત પ્રભુ સાથે પ્રાર્થનામાં ચાલતી હોવાથી જીવને એકલતા, બીજાથી પરપણું, વગેરે ભોગવવાં પડતાં નથી. આ હળવાશનો યોગ્ય માર્ગે ઉપયોગ કરવાથી અનેક પ્રકારની શક્તિઓ તથા શુદ્ધિનો આત્મા સ્વામી બને છે. આ જાણવા છતાં કેટલાંકને મોહબુદ્ધિના પ્રભાવથી એવા ભાવ થાય કે અમારે શું આખો દિવસ પ્રાર્થના જ કરવાની ? એક પછી એક પ્રાર્થના જ કરતા રહીએ તો બીજી પ્રવૃત્તિઓ તથા આનંદવિનોદનું શું?... આ પ્રશ્નાવલિના અનુસંધાનમાં જીવ આર્તધ્યાનમાં ગરકી જાય. પરંતુ જો ધીરજથી તેના પર વિચારણા કરવામાં આવે તો આવો કોયડો થાય જ નહિ.
મૂળભૂત તત્વ તરીકે સંસારચક્રથી છૂટવાના ભાવ જીવે શ્રી પ્રભુના આશ્રયે બળવાનપણે કરવાના છે. તેમ કરતાં કરતાં જીવ જ્યારે વિભાવ બાજુ ખેંચાય ત્યારે જે પ્રકારના વિભાવો હોય તેને તોડનાર પ્રાર્થના કરતાં શીખવાનું છે. અહીં દર્શાવેલી પ્રાર્થનાઓ નમૂનારૂપ છે. પ્રત્યેકને રોજેરોજ કરવાનો ઉદ્દેશ તેમાંથી ફલિત કરવાનો નથી. વળી એ પણ લક્ષ રાખવું ઘટે છે કે જેટલું વિઘ્ન બળવાન હોય તેટલું જ બળ તેને તોડવા માટેની પ્રાર્થનાનું હોવું જોઈએ, નહિતર પ્રાર્થનાની અસર ધાર્યા પ્રમાણમાં થતી નથી. જેમ દર્દ જેટલું બળવાન હોય તેટલી તીવ્ર દવા આપવામાં આવે છે – દઈને નાબુદ કરવા માટે, તે જ પ્રમાણે કર્મરોગ જેટલો તીવ્ર હોય, તેના પ્રમાણમાં એટલી જ તીવ્ર તેની ઔષધિ જોઈએ અર્થાત્ પ્રાર્થનારૂપ તીવ્ર પુરુષાર્થ જોઈએ. આ પ્રમાણભાન જળવાય નહિ તો ઈષ્ટફળ મેળવી શકાતું નથી. જેમ સંસારમાં ધનપ્રાપ્તિ કે અન્ય ઈચ્છિત સફળતા મેળવવા માટે જીવ અવિરત પુરુષાર્થ આદરે છે તેમ જ જન્મમરણના ફેરાથી છૂટવારૂપ અત્યંત મહત્ત્વનું ફળ મેળવવા માટે વિકલ્પરૂપ વિભાવભાવ વેદ્યા વિના અવિરત પુરુષાર્થ આદરવો યોગ્ય છે તે સહેજે સમજાય તેવું સમાધાન છે. વળી જ્યાં સુધી આત્મા સ્થિરભાવમાં હોય છે ત્યાં સુધી પ્રાર્થના કરવી અનિવાર્ય નથી. જ્યારે આત્મા સ્થિરભાવમાંથી વિભાવભાવમાં ગમન કરે ત્યારે તેને તેમાંથી પાછો વાળવા માટે પ્રાર્થના કરવી જરૂરી બને છે. પ્રાર્થના દ્વારા જીવનાં આર્તપરિણામને
७४