________________
પ્રત્યાઘાત મારા આત્મામાં આવે નહિ. સમભાવ પૂર્વક એ કર્મ નિવૃત્ત કરી શકું તેવી કૃપા રાખશો. આપના આ સાથ તથા સહકારને ખૂબ ખૂબ અહોભાવથી સ્તવીને આપને શુદ્ધ ભક્તિભાવથી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
વર્તમાનમાં કોઈ કષ્ટદાયક સ્થિતિ ઉપસ્થિત ન હોય, આત્મા સુવિધાઓમાંથી પ્રવહતો હોય, એવી દશામાં પણ જીવને કોઈ નિશ્ચિતતા નથી હોતી કે ભાવિમાં દુ:ખ આવશે જ નહિ. દુ:ખ તથા મૃત્યુની તલવાર જીવ પર સતત તોળાયેલી જ રહે છે. આવા સંજોગોમાં જીવને અણગમતા પ્રસંગો કે દુ:ખો બીજાનાં જીવનમાં જોવા મળે છે. ત્યારે તે સન્માર્ગી હોવાથી સહજતાએ પ્રાર્થનામાં સરી જાય છે. તે ઈચ્છે છે કે –
“હે પ્રભુ! આ જીવ આવી મુશ્કેલીભરી તથા અકાળવનારી વેદનામાંથી પસાર થાય છે, તો તે જીવને વેદનાથી નિવૃત્તિ આપી શાતા કરશો. હું પણ મારા શુભ ભાવોને આધારે તેને મદદરૂપ થઈ શકું તો તેમ કરવા મારી ભાવના છે. વિભુ! આ પ્રકારની વેદના જન્માવે એવાં દુષ્ટ કર્મપરમાણુઓ જો મારા આત્માએ ગ્રહણ કર્યા હોય તો તે સર્વ પાપદોષની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગું છું. મારાં તે કૃત્યો પશ્ચાત્તાપની બળવાન આગમાં આપના પ્રસાદથી ભસ્મીભૂત થાઓ, એ જ માગું છું. આપની કૃપાથી સહુ સાથે બળવાન શુભ ઉદય આવે એવી પ્રવૃત્તિ સન્માર્ગે કરતો રહું એવા શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ અર્થે લઘુત્વભાવથી વંદન કરું છું.” ૐ શાંતિ.
પ્રાર્થના
આ પ્રકારે વિવિધ સંજોગોમાં આધારરૂપ થાય એ જાતની ક્ષમાપના મિશ્રિત પ્રાર્થના શ્રી પ્રભુને કરવાથી ઘણાં ઘણાં પ્રકારથી હળવાશ મેળવી શકાય છે. કારણ કે તેમ કરવાથી જૂનાં કર્મો વિશેષ ઝડપથી ખરે છે, નવાં અશુભ કર્મો એ કાળ દરમ્યાન બંધાતા નથી, તથા સ્વજન સાથે દિલ ખોલીને વાત કરતા હોઈએ એ રીતની
૭૩