________________
કેવળી પ્રભુનો સાથ
ફળના અસહ્ય ભયંકરપણાથી ભયભીત થયા વિના કે ચિંતિત થયા વિના તેઓ સન્માર્ગે બળવાન પુરુષાથ બન્યા. શ્રી મહાવીર પ્રભુ જેવા ઉત્તમ સપુરુષના શરણે જઈ આત્મશોધનાર્થે બળવાન પુરુષાર્થ તેમણે ઉપાડયો. કર્મબંધનના વિચારો કોરે કરી, તેના વિકલ્પમાં રમ્યા વિના સત્ય પુરુષાર્થ કરવામાં જ તેઓ લાગી ગયા. પરિણામે તે જ જન્મમાં તેંત્રીસ સાગરોપમ ચાલે એવડા મોટા કર્મને માત્ર ચોરાશી હજાર વર્ષમાં પૂરું થઈ જાય તેટલું ટૂંકાવી શક્યા. સાથે સાથે સાતમી નરકની અતિ અતિ તીવ્ર વેદનાનું રૂપાંતર પહેલી નરકની નમ વેદનામાં કરી શક્યા. એટલેથી ન અટકતાં તેઓ સન્માર્ગે ભવ્ય પુરુષાર્થ કરી, આત્મદશામાં આગળ વધી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરવા જેવું અદ્ભુત ફળ પણ મેળવી શક્યા. ધન્ય છે તેમના એકાવતારીપણા સુધી લઈ જતા અતિઉગ્ર અને ભવ્ય આત્મશુદ્ધિના પુરુષાર્થને. શ્રી પ્રભુના સાથથી કેવા ભયંકર કર્મને શ્રેણિક મહારાજા કેટલું હળવું કરી શક્યા! જે જીવ પ્રભુશરણે રહી આવો ઉગ્ર પુરુષાર્થ કરે તે આવું મિષ્ટ ફળ મેળવે જ. એ સમજણના આધારે પ્રભુના સાથથી ઉઝ પુરુષાર્થ કરી ભયને જ ભયભીત કરવો તેમાં સહુ મુમુક્ષુ જનની શોભા છે.
કેટલીક વખત પરિચિત વ્યક્તિનાં જીવનમાં વર્તતા દુ:ખ તથા કષ્ટો જોતાં જોતાં જીવ એવી કલ્પનામાં ચાલ્યો જાય છે કે મને આ પ્રકારની મુશ્કેલી આવે તો મારા શા હાલ થાય? મનમાં વર્તતી આ ભયભીત દશા કે મનની નબળાઈથી મુક્ત થવા શ્રી પ્રભુને વિનવી શકાય કે –
“હે સુખના સિધુ! સુખસ્વામી! આ પ્રકારનું કષ્ટ મારે જોઈતું નથી. કદાચિતુ આ પ્રકારનું કષ્ટ આવે એવાં મારાં પૂર્વ પાપકર્મો હોય તો તેની હૃદયના પશ્ચાત્તાપપૂર્વક આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. મારાં તે પાપ તથા પાપજનિત ભયનો નાશ કરાવો. કદાચિત્ આપના જ્ઞાનમાં એમ જણાતું હોય કે મારે આ પ્રકારનાં દુ:ખની વેદનામાંથી પસાર થવાનું જ છે, તો કૃપા કરી મારા આત્માને એવો વીર્યવાન બનાવો કે તે નિમિત્તે મને કોઈ પ્રકારનું આર્તધ્યાન થાય નહિ, નવીન બંધન થાય તેવો કોઈ