________________
પ્રાર્થના
અટકાવી, પાછો તેને ધર્મધ્યાનમાં સ્થાપી શકાય છે. આ જ ભાવથી શ્રી પ્રભુને પ્રાર્થ છું કે –
“હે વિશ્વસ્વામી ! હે સકલ વિશ્વવંદ્ય! આપનાં વીતરાગતા તથા સહૃદયપણાના બળવાન મિશ્રણને ખૂબ જ ભાવથી વંદન કરું છું. આપની અસીમ કૃપાથી સહુ ભવ્ય જીવો પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણને ઊંડા હાર્દ સાથે સમજી, તેનું ભાવપૂર્વક આરાધન કરી જન્મ, જરા તથા મૃત્યુના પંજામાંથી છૂટકારો પામો. એ સહુના સાથમાં મારો આત્મા આપમાં એકરૂપ બની જઈ ઉત્તમ ક્ષેત્રે સ્થિર થવા મહા ભાગ્યશાળી થાય, એ વિનંતિ કરતાં કરતાં પૂર્વકૃત સર્વ અયોગ્ય કૃતની ક્ષમા યાચવા માટે ભક્તિભરેલા હૈયાથી પશ્ચાત્તાપના પાવનકારી વેદન સાથે વંદન કરું છું.”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૫