________________
ક્ષમાપના
સુધી ભવિષ્યમાં સંસારમાં રહેવું પડે તે પણ આત્માનાં ત્રણેકાળ રહેવાપણાની અર્થાત્ આત્માનાં નિત્યપણાની સાક્ષી પૂરે છે.
ત્રીજું પદ : “આત્મા કર્યા છે” કર્તા એટલે કરનાર. આત્મા જ્યારે સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે સ્વભાવનો કર્તા બને છે, અને પરભાવમાં વસે છે ત્યારે તે પરભાવનો કર્તા ઠરે છે. આ કરવાપણું – કર્તાપણું આ ક્ષમાપનામાં ગૂંથાયેલું જોવા મળે છે. “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ.” વગેરે વચનો સિદ્ધ કરે છે કે જીવે મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનો લક્ષ રાખ્યો નહિ, અને બીજી પર પરિણતિમાં રાચતો રહ્યો. આ સ્થિતિ જીવનું પરભાવનું કર્તાપણું સિદ્ધ કરે છે. એ જ રીતે “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું...” એ વચન સ્વભાવમાં સ્થિર રહેવાની ભાવના રજૂ કરી સ્વભાવનું કર્તાપણું દેખાડે છે. આ પ્રકારે ત્રીજા પદની યથાર્થતા જોવા મળે છે.
ચોથું પદ : “આત્મા ભોક્તા છે” જીવે જાણતાં કે અજાણતાં જ કંઈ ભાવ અથવા કાર્યો કર્યા છે તેનાં પરિણામ તેણે ભોગવવાં જ પડે છે. કરેલાં કર્મનાં ફળનું ભોગવવાપણું તે જ આત્માનું ભોક્તાપણું અથવા ચોથું પદ. “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું.” આ વચન સૂચવે છે કે જે પ્રકારે કર્મો બાંધ્યા હતાં તે પ્રકારે, કર્મના ધક્કાનુસાર જીવ ચારે ગતિમાં ધકેલાયો, ભમ્યો, રખડ્યો, ભટકયો વગેરે...એટલે કે તેણે બાંધેલાં કર્મનાં ફળને ભોગવ્યાં. વળી જો આ ભૂલની પરંપરાનો અંત ન આવે તો, ભૂલના ભોગવટા રૂપે અનંતકાળ સુધી સંસારમાં રહેવું પડે છે તે ભાવની સિદ્ધિ “અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું” એ વચનમાં જોઈ શકાય છે. આ સમજ સમગ્રપણે લેતાં આત્માનું ત્રિકાલિક ભોક્તાપણું કેવી રીતે છે તે જણાય છે. અનાદિકાળથી ચાલ્યા આવતા પરભાવને ત્યાગી જ્યારે જીવ સ્વભાવનો કર્તા થાય છે ત્યારે તેને