________________
કેવળી પ્રભુનો સાથ
પહેલું પદ : “આત્મા છે”
પુદ્ગલ પદાર્થો જે રીતે જોઈ શકાય છે તે રીતે આત્મા જોઈ શકાતો ન હોવાથી ઘણા જીવોને આત્માનાં અસ્તિત્ત્વ વિશે શંકા રહયા કરે છે. પરંતુ તે પદાર્થોનો જોનાર અને જાણનાર કોણ છે, તેની વિચારણા કરનારને આત્માનાં અસ્તિત્ત્વને સમજવાનો અવકાશ ઊભો થાય છે. ક્ષમાપનાનું પહેલું જ વચન છે કે “હું બહુ ભૂલી ગયો.” આ વચન વિચારતાં સમજાય છે કે “હું” એટલે કોણ? અને “શું” ભૂલી ગયો? “હું” નો વિચાર કરતાં, “હું” એટલે દેહાદિ પુદ્ગલ પદાર્થોથી ભિન્ન એવો આત્મા જણાય છે. તે આત્મા પોતાનાં સ્વરૂપને ભૂલીને દેહ તથા અન્ય પુદ્ગલ પદાર્થોમાં મારાપણું કરવા લાગ્યો છે તે “બહુ ભૂલી ગયો” શબ્દોથી સમજાય છે. આ વિચારણા સુધી પહોંચતા જીવથી “આત્માનાં અસ્તિત્ત્વનો” સ્વીકાર થઈ જાય છે.
બીજું પદ : “આત્મા નિત્ય છે”
આત્માનાં અસ્તિત્ત્વને સ્વીકાર્યા છતાં, પદાર્થોની ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાના પડઘામાં જીવને આત્માનું નિત્યપણું જણાતું નથી કે અનુભવાતું નથી. તેથી ઘણાં જીવો આત્માને ક્ષણિક માને છે. આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયથી ક્ષણિક છે તે સમજણ જીવને “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું” એ વચનથી મળે છે. જીવ જ્યારે પશ્ચાત્તાપ કરતાં શ્રી પ્રભુને કહે છે કે “હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો...” ત્યારે તે પોતાનું-આત્માનું અસ્તિત્ત્વ ભૂતકાળમાં હતું તેમ સ્વીકારે છે. કારણ કે ભૂલ તો ભૂતકાળમાં થઈ હતી. તે ભૂલોની ક્ષમાપના વર્તમાનમાં જીવ માગે છે એટલે વર્તમાનમાં તે અસ્તિત્ત્વ સ્વીકારાયેલું જ છે. આથી જે આત્મા ભૂતકાળમાં હતો અને વર્તમાનમાં છે તે ભવિષ્યમાં હશે જ એમ કહી શકાય. આ વચનનો અર્થ એ થયો કે આત્મા ત્રણેકાળ રહેવાવાળો છે અર્થાત્ નિત્ય છે. વળી એ જ ક્ષમાપનામાં જીવ આગળ ઉપર કહે છે કે “અનંત સંસારની વિટંબણામાં પડયો છું.” આ વચનથી સૂચવાય છે કે જે ભૂલ કરવાને કારણે ભૂતકાળમાં ભમવું પડયું, વર્તમાનમાં વેદવું પડે છે, તે ભૂલ ચાલુ રહે તો, તે ભૂલના અનુસંધાનમાં અનંતકાળ
૮૬