________________
કેવળી પ્રભુનો સાથ
સ્વભાવનું ભોક્તાપણું પ્રાપ્ત થાય છે. આ ભોક્તાપણું “તમે નીરાગી, નિર્વિકારી. સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો” એ વચનમાં વ્યક્ત થાય છે.
પાંચમું પદ : “મોક્ષ છે” પરપરિણતિના કર્તા તથા ભોક્તાપણે આત્મા સતત પ્રવર્યા કરે તો તેના સંસારનો કદાપિ અંત આવે જ નહિ. પરંતુ પરપરિણતિથી અલગ સ્થિતિરૂપ સ્વપરિણતિમાં આત્મા વસે તો સંસારનાં કર્તા તથા ભોક્તાપણાથી આત્મા છૂટી જઈ શકે. અનંત કાળ માટે આવી સ્થિતિમાં વસવું એ “મોક્ષ છે.” તે સ્થિતિમાં જન્મ નથી, મૃત્યુ નથી, ખેદ નથી, શોક નથી, પરિભ્રમણ નથી; છે એક અનંત અવ્યાબાધ આત્મિક સુખ, અનંતજ્ઞાન તથા અનંતદર્શનનું ભોક્તાપણું. આ મોક્ષપદનાં અસ્તિત્ત્વનો લક્ષ ક્ષમાપનાના આ વચન દ્વારા મળી રહે છે: “તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” આ મોક્ષમાં બિરાજીત શુદ્ધાત્માની સ્થિતિનું વર્ણન છે. શુદ્ધ થયેલો આત્મા મોક્ષભૂમિમાં અનંતકાળ માટે એક સમયના પણ ખેદ વગરના આત્મસુખને માણે છે, તે આનંદમાં મગ્ન રહે છે. આ અવસ્થાનું અસ્તિત્ત્વ જ મોક્ષપદનું અસ્તિત્ત્વ પ્રગટ કરે છે.
છઠું પદ : “મોક્ષનો ઉપાય છે” આત્માનાં અસ્તિત્ત્વ, નિત્યક્ત, કર્તૃત્ત્વ તથા ભોક્નત્ત્વ સમજયા પછી જીવને જ્યારે સ્વપદની જાણકારી રૂપ “મોક્ષપદની સમજણ મળે છે ત્યારે તે પદ મેળવવા માટેનો ઉપાય જાણવા તલપાપડ થઈ જાય છે. એ જ આત્માનું છઠ્ઠું પદ. જ્યાં સુધી આ ઉપાય જાણવા મળતો નથી ત્યાં સુધી પહેલાં પાંચ પદ જાણ્યાનું ઈષ્ટફળ મળી શકતું નથી, આથી એ અપેક્ષાએ આ પદ ખૂબ જ અગત્યનું ગણી શકાય.
આત્માનાં છઠ્ઠા પદનાં અસ્તિત્ત્વનો વિચાર કરતાં સમજાય છે કે ક્ષમાપનાનો આ આખો પાઠ “મોક્ષપદના ઉપાય” રૂપે વિચારી શકાય તેમ છે. બીજી રીતે કહીએ