________________
મંત્રસ્મરણ
એકરૂપ થઈ તેનું રટણ કરવામાં આવે છે ત્યારે બીજા બધા વિચારો આપોઆપ અટકી જાય છે, અને જેની પ્રાપ્તિ કરવી છે તે એક વિચારનું પ્રાધાન્ય થઈ જાય છે. વળી મંત્રસ્મરણના પ્રાધાન્યના કારણે, સદ્ગુરુની કૃપાથી તે સ્મરણથી પણ અલિપ્ત બની, તે જીવ આત્માનુભૂતિમાં એકાગ્ર થઈ જાય છે. આત્માનુભવ કરતાં કરતાં જીવ બળવાન સકામ સંવર તથા નિર્જરા કરી શકે છે. સ્વાનુભવમાં લીન થતાં પહેલાં ત્વરાથી આત્મશુદ્ધિ પામવાના ભાવ જીવને રહે છે, તે ભાવમાં રહીને મંત્રસ્મરણ કરે છે. તે મંત્રસ્મરણના પ્રભાવથી જીવ પરમશાંત ભાવની અનુભૂતિમાં જાય છે, એટલે કે તેને સ્વભાવનું સ્થિરપણું એટલા કાળ માટે આવે છે. આ સ્થિરપણાનો પ્રભાવ એવો પડે છે કે તે કાળ દરમ્યાન, બીજા સામાન્ય કાળ કરતાં અનેકગણાં કર્મોની નિર્જરા થાય છે. લીનતામાં જતાં પહેલાં જે પ્રકારનાં ભાવ જીવને વર્તતા હોય તેને સંબોધિત અનેકાનેક કર્મો ખરી જાય છે, અને જીવ બળવાન સકામ નિર્જરા કરી હળવો થાય છે.
આત્મગુણના રટણરૂપ મંત્રસ્મરણ કરતી વખતે આત્મા અન્ય વિકલ્પો અને સંકલ્પોથી છૂટતો જાય છે, અને આત્મગુણમાં વિશેષ એકાગ્ર થતો જાય છે. વિવિધ વિકલ્પો અને વિચારોથી છૂટી જવાને કારણે આત્મામાં પ્રવર્તતા કષાયો મંદ કે મંદતર થઈ જાય છે. અને તે વખતે અત્યંત મંદ કર્મબંધ થાય છે. કોઈ પણ પ્રકારનાં તીવ્ર કષાયથી પર હોવાને કારણે જીવને બળવાન કર્મોનું અશુભ બંધન સંભવી શકતું નથી. જીવ જે કોઈ વિચા૨, વિકલ્પ કે સંકલ્પ કરે તેના અનુસંધાનમાં તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર કર્મબંધ થાય છે. એકના એક વિચાર, વિકલ્પ કે સંકલ્પ જીવ વારંવા૨ ક૨ે તો, દરેક વખતે તે જ પ્રકારનો નવો બંધ થઈ મૂળ કર્મબંધને ઘટ્ટ કરે છે. એ કર્મ આયુષ્ય વર્જિત જ્ઞાનાવરણાદિ સાત કર્મપ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. કોઈક પળે કર્મ આઠ કર્મપ્રકૃતિમાં વિભાજિત થાય છે. એક જ પ્રકારનો વિચાર જીવ વારંવા૨, લાંબા કાળ સુધી કરતો રહે તો અમુક કાળ પછી જીવનો તે કર્મબંધ નિકાચિત થઈ જાય છે. કર્મબંધ નિકાચિત થાય પછી તેનું પૂર્ણપણે રૂપાંતર થઈ શકતું નથી. એ કર્મ ભોગવીને જ નિવૃત્ત કરવું પડે છે. બળવાન પુરુષાર્થ કરવામાં આવે તો પણ તીવ્રતા અને કાળમાં અમુક ફેરફાર કરી શકાય છે, પણ બાહ્ય ભોગવટા વિના પૂર્ણતાએ
૧૫૫