________________
કેવળી પ્રભુનો સાથ
નિવૃત્ત કરી શકાતું નથી. ઉદા. ત. શ્રેણિક રાજાનું નરકનું આયુષ્ય. સાતમી નરકની વેદનાને પહેલી નરકની વેદનામાં પલટાવી શક્યા, પણ નરકાયુ તોડી શકાયું નહિ. તીર્થકર પ્રભુનું તીર્થકર નામકર્મ' એ પણ નિકાચિત કર્મ છે, પૂર્ણ વીતરાગ થયા પછી પણ તે ભોગવવું પડે છે. આમ અશુભ કે શુભ બંને પ્રકારનાં નિકાચિત કર્મ ભોગવીને – અમુક અંશે ભોગવીને નિવૃત્ત કરી શકાય છે. આ સિદ્ધાંત અનુસાર, નિરંતર મંત્રસ્મરણ કરવાથી આત્માની શુદ્ધિ તથા ગુણ ખીલવવાના ભાવ જીવ વારંવાર કરતો રહે છે, તેથી તે પ્રકારનાં કર્મબંધ જીવને વારંવાર થયા કરે છે. તે અમુક કાળ પછી નિકાચિત સ્વરૂપ પામે છે. આ નિકાચિત બનેલા કર્મનો ઉદય આવે ત્યારે તેનાં ફળરૂપે આત્મશુદ્ધિ, આત્મશાંતિ તથા આત્મગુણની પ્રાપ્તિ તેને સહજપણે થાય છે. આ પરથી સમજાશે કે જેટલું રટણ વધારે અને શુદ્ધિ મેળવવાની તાલાવેલી જેટલી વધારે તેટલી ત્વરાથી આત્મવિશુદ્ધિ આદિ મેળવવામાં જીવને સફળતા મળે છે. આ સમજીને, મુમુક્ષુ જીવ પોતાનો નિવૃત્તિનો સમય ફાલતુ વિચારો કે વિકલ્પોમાં ગાળવાને બદલે મંત્ર સ્મરણ કરવામાં, પ્રાર્થના તથા ક્ષમાપના કરવામાં વાપરે તો તેને ઘણા મોટા પ્રમાણમાં ફાયદો થાય છે.
આટલું જાણ્યા પછી એ સ્પષ્ટ થશે કે મંત્રસ્મરણ કરતી વખતે જીવ અંતરંગ શુભ ભાવોમાં રહેતો હોવાથી, સહજાનંદ માણવાની સાથે સાથે તે આત્મશાંતિ તેમજ આત્મસ્થિરતામાં સરી પડે છે. આત્માનુભવવાળી નિમગ્નતામાં તે જીવની સકામ નિર્જરા સામાન્ય સ્થિતિ કરતાં અસંખ્યગણી થઈ જાય છે. અને તે જીવ કલ્પનાતીત નિર્જરા કરવાનો લાભ પણ પામે છે. એ વખતનો શુભભાવ જીવને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ પણ આપી જાય છે. આમ આનંદ સહિત કરેલા મંત્રસ્મરણથી અનેક વિશિષ્ટ લાભ થાય છે.
જીવ જ્યારે પ્રાર્થના, ક્ષમાપના કે મંત્રસ્મરણ જેવી શુભક્રિયામાં એકરૂપ હોતો નથી, અથવા એવી શુભ ક્રિયા આચરતો નથી હોતો, ત્યારે તે સાંસારિક અથવા ભૌતિક પદાર્થોના વિચારવમળમાં ગૂંચવાયા કરે છે. જ્યાં સુધી તેને નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી તેનું મન અશુભ અથવા તો શુભમાં પ્રવર્તી કરે છે અને
૧પ૬