________________
કેવળી પ્રભુનો સાથ
જે કાર્યસિદ્ધિ કરવી છે તેની પૂર્તિરૂપ તે કાર્યને સફળ કરનાર પ્રક્રિયાનું સૂત્રાત્મક ગૂંથન “મંત્ર'માં હોવું જરૂરી છે, કારણ કે જે ઇચ્છા છે તેને સફળ કરનાર સાધનો તથા રીતનો સમાવેશ તેમાં ન હોય તો કાર્યસિદ્ધિ થવી સુલભ ન થાય. આત્મશુદ્ધિ કરવાના મંત્રમાં ધનપ્રાપ્તિની ઇચ્છા પૂરી ન થાય તે સમજી શકાય એવી બાબત છે. અર્થાત્ આત્મશુદ્ધિ કરવા માટે ઉપયોગમાં આવતા મંત્રમાં આત્માના ગુણનો તથા વિશુદ્ધિની પ્રક્રિયાનો સમાવેશ જોઇએ.
મંત્ર કરવાથી થતા ફાયદા આત્મશુદ્ધિ અર્થે કરાતા મંત્રમાં આત્માના કોઈ ગુણનો તથા તે પ્રાપ્તિ માટેની પ્રક્રિયાનો સમાવેશ થયો હોય છે, તે જોયું. જ્યારે આવા મંત્રનું અમુક કાળ સુધી સતત રટણ કરવામાં આવે છે ત્યારે આત્માના તે ગુણનું તથા તે રીતનું રટણ તેને સહજપણે થાય છે. એકના એક ભાવ અમુક સમય સુધી સતત કરવાનો મહાવરો જીવને થાય છે. એ ગુણની યાદી વારંવાર જીવને મળતી હોવાથી તે ગુણને ગ્રહણ કરવાનો બોધ જીવને સહેજે દૃઢ થાય છે. અને પોતામાં અવરાઈને પડેલા તે ગુણને ત્વરાથી ખીલવવાની તક તેને સાંપડે છે.
સામાન્ય રીતે જીવ કોઈ ને કોઈ વિચાર કે ઇચ્છાના સાતત્યમાં સપડાયેલો જ હોય છે. એક વિચાર આવ્યો કે તરત જ તેના અનુસંધાનમાં બીજો વિચાર તેને આવે છે, તેમાંથી ત્રીજા વિચારની ઉત્પત્તિ થાય છે, તેમાંથી ચોથા વિચારમાં જીવ સરકી જાય છે. આમ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને સતત વિચારધારા ચાલ્યા જ કરે છે. આ વિચારધારા તોડવા કે છોડવા જીવ પ્રયત્ન કરે છે ત્યારે તેને સમજાય છે કે એમ બનવું સહેલું નથી, અત્યંત કઠણ છે. વળી આ વિચારના વમળો જીવની શાંતિને તેમજ સ્થિરતાને સતત હણતા રહે છે. તેથી આ વિચારના વમળોથી મુક્ત થવું, એ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ મેળવવા માટે અનિવાર્ય બની રહે છે. વિચારધારાથી પર સ્થિતિમાં આત્માનુભવ સમાયેલો છે. આત્માનુભવમાં જવા માટે, લીન થવા માટે શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા મંત્રનું રટણ ખૂબ સહાયરૂપ થાય છે. એક મંત્રમાં ભાવથી
૧૫૪