________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
રહી તે જીવ જગત આખાનું સંચાલન કરી શકવા જેટલી શક્તિ મેળવે છે. અને છેવટે અંતરાય કર્મનો પૂરો ક્ષય કરી અનંતવીર્ય પ્રગટાવી જગતનો નાથ પણ તે થાય છે. આ રીતે વિચારતાં જણાય છે કે શક્તિ અર્થાત્ વીર્યની અપેક્ષાએ આત્મા માટે સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે એમ કહી શકાય.
એ જ રીતે મોહનીય કર્મની અપેક્ષાએ પણ આ કથન સત્ય છે એમ અનુભવાય છે. જીવને જ્યારે મોહ ઉત્કૃષ્ટતાએ વર્તતો હોય છે કે તેનાં જ્ઞાન, દર્શન તથા વીર્ય અતિ અતિ અલ્પ માત્રામાં જ ફૂટ થયાં હોય છે, આવી દશામાં તે જીવ આ જગતમાં આખા સાગરના એક બિંદુ જેટલું મહત્ત્વ પણ મેળવી શકતો નથી. પરંતુ પુરુષના આશ્રયમાં રહીને તે જીવ ક્રમે કરીને મોહને ક્ષીણ કરતાં કરતાં તેનાં જ્ઞાન, દર્શન, વીર્ય તથા ચારિત્રની ખીલવણી કરતો જાય છે. અને એ ચારેની પૂર્ણતાએ ખીલવણી કર્યા પછી તે આત્મા આખા જગતને પૂજનીય, વંદનીય, અર્ચનીય અને સન્માનનીય બની જાય છે. અર્થાત્ એક બિંદુ જેવો આત્મા સમગ્ર સાગર કરતાં પણ વિશેષ મહત્ત્વનો થઈ જાય છે. જે મોહના કારણે જીવની અત્યંત પાયમાલી થઈ હતી, તે મોહ અને તેનાં આનુષંગિક ઘાતકર્મોનો ક્ષય કરવાનો ઉપાય જીવને માત્ર એક સપુરુષ પાસેથી જ મળે છે. અને તેથી શ્રી પુરુષ આશ્રિત જીવોને માટે સદાકાળ અત્યંત ઉપકારી જ સાબિત થાય છે.
આ રીતે સન્દુરુષ સાગરમાં બિંદુ સમાન જીવને પોતાના કલ્યાણભાવના સહારાથી બિંદુમાં સાગરને સમાવે એવો ઉત્તમ બનાવે છે. જીવનમાં અદ્ભુત સામર્થ્યને અક્રિય કરનારા ઘાતકર્મોનો ઘાત કરતાં પુરુષ જ શીખવે છે, અને તેઓ જ આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવા દોરવણી આપે છે. આવા મહા મહા ઉપકારી અને સામર્થ્યવાન સપુરુષો ત્રિકાળ – સદાકાળ જયવંત રહો! જીવની અચેત સમાન થયેલી શક્તિને પુનર્જિવિત કરનાર તથા ઉત્કૃષ્ટતાની ટોચે પહોંચાડનાર શ્રી પુરુષોને કોટિ કોટિ વંદન હો, વંદન હો, વંદન હો !
3 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૯૯