________________
કેવળી પ્રભુનો સાથ
શકાય. બીજી અપેક્ષાએ વિચારીએ તો અનંતાનંત જીવો તથા અનંતાનંત પુગલોથી ખીચોખીચ ભરેલા આ જગતમાં એક આત્મા એ ભર્યા સાગરનાં એક બિંદુ સમાન જ છે. આવો બિંદુ સમાન આત્મા શુધ્ધ થાય ત્યારે પોતામાં સમસ્ત લોકાલોકના પ્રત્યેક પદાર્થનું ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન સમાવે છે. જે જ્ઞાન વિશાળ સમુદ્ર જેટલું વિસ્તરિત છે. આ વાત સ્પષ્ટતાએ સમજીએ ત્યારે આપણે કહી શકીએ કે ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયેલો છે.
દર્શનની અપેક્ષાએ પણ આ કથન સત્ય ભાસે છે. જગતમાં પ્રવર્તતાં પ્રત્યેક પદાર્થને જોવા, એ અનંતાનંત પદાર્થોની પર્યાયો જોવી, એનો વિચાર કરીએ તો તેની વિશાળતા જ્ઞાન જેટલી જ સાબિત થઈ જાય. તે સર્વમાં ઉત્તમ આત્મદર્શનને કહી શકાય. એક શુધ્ધાત્માનું પૂર્ણતાએ દર્શન કરવાથી જગતના તમામે તમામ પદાર્થની પર્યાયો જોવાની શક્તિ એ શુદ્ધાત્મામાં પ્રગટ થાય છે. ત્રણે કાળના સમસ્ત પદાર્થોની પર્યાય શુધ્ધાત્મા જોઈ શકે છે. અને એ આત્મા અનંતાનંત જીવો તથા અનંતાનંત પુદ્ગલો વચ્ચે સાગરમાંનાં એક બિંદુ જેટલું મહત્ત્વ ધરાવે છે. અને આ આત્મારૂપ બિંદુમાં સમસ્ત લોક તથા અલોકનું દર્શન સમાઈ જાય છે. એ અપેક્ષાએ આપણને ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે તેનું સાર્થકપણું જણાય છે.
આત્માનાં વીર્યની અપેક્ષાએ પણ “સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર’ સમાયો છે એ વચન સત્ય ભાસ્યા વિના રહેતું નથી. અનાદિકાળથી નિત્ય નિગોદમાં રહેલો આત્મા સૌથી હીનવીર્ય તથા નબળો છે. તે એટલો બધો નબળો છે કે તેના પર બધાની સત્તા ચાલે છે. સૂક્ષ્મબાદર એકેંદ્રિયપણામાં પણ એ જીવ પર ત્રસકાય માત્રની સત્તા ચાલે છે. જગતની વિશાળતા અને શક્તિની અપેક્ષાએ આ રીતે દબાતા જીવની શક્તિ સાગરમાં બિંદુ સમાન જ છે. તેનામાં પોતાનું કલ્યાણ કરવા માટે અંશ માત્ર શક્તિ પણ ફૂટ થઈ હોતી નથી, આવી હીનવીર્ય સ્થિતિમાં રહેલો જીવ શ્રી સત્પરુષના આશ્રયથી પોતામાં ભંડારાયેલી શક્તિને ખીલવતાં ખીલવતાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવની દશા સુધી પહોંચે છે. અને ત્યાર પછી પણ શક્તિના પ્રણેતા પુરુષના આશ્રયે
૨૯૮