________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
લડાઈમાં વિજય અપાવે છે એ ભાવના ભાવી છે. અને આ ભાવનાનું ફળ છે ‘ૐ શાંતિ: શાંતિ: શાંતિ:'.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
ૐ એ પ્રણવ મંત્ર પંચપરમેષ્ટિ ભગવંતનો પ્રતિનિધિ છે. પંચપરમેષ્ટિ એ જીવ સમસ્તનું કલ્યાણ ઇચ્છનાર સત્પુરુષરૂપ આત્માઓ છે. તેમની કૃપાથી અને સહાયથી જીવને ‘શાંતિ પદની’ પ્રાપ્તિ થાય છે. શાંતિ એ આત્માનું પરમ પદ છે. સંસારમાં જીવ મન, વચન અને કાયાના યોગથી કષાયયુક્ત બની કર્મની જાળમાં સતત બંધાયેલો રહે છે. આ બંધન તોડી યોગને છોડી પરમ શાંતિમાં આત્મા વસે એ માટે ત્રણે યોગની સમાપ્તિ સૂચવવા ત્રણ વખત ‘શાંતિઃ’ શબ્દ પ્રયોજાયેલો જણાય છે. અને એ માટેનું નિમિત્ત કારણ ‘ૐૐ’ છે. આમ આત્મા પંચપરમેષ્ટિ ભગવંતની સહાયથી સર્વ કર્મથી મુક્ત થઈ પરમ શાંતિ પામે અર્થાત્ સિદ્ધાવસ્થા મેળવે એમ જણાવી આખા મોક્ષમાર્ગનાં રહસ્યને ગૂંથી લીધું છે.
આત્માના ‘અપૂર્વ સ્વભાવ’નો ઊંડાણથી વિચાર કરીએ ત્યારે આપણને ‘સાગરમાં બિંદુ અને બિંદુમાં સાગર' સમાયો છે તે ઉક્તિની જાણકારી આવે છે. ચારે ઘાતીકર્મની અપેક્ષાએ આ ઉક્તિની સાર્થકતા આપણને સમજાય છે.
જ્ઞાન એ સાગર જેટલું વિશાળ છે, અગાધ છે. જ્ઞાનમાં અનેકાનેક અપેક્ષાએ સર્વ પદાર્થોની વિસ્તૃત સમજણ સમાયેલી જોવા મળે છે, તેનાં કારણે જ્ઞાનસાગર કહેવાય છે, જ્ઞાનને સાગરની ઉપમા આપવામાં આવે છે. જગતના સર્વ પદાર્થો સંબંધીનાં જ્ઞાનમાં એક આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું અનિવાર્ય છે. પણ જીવ જ્યારે આત્મા સંબંધી જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ કરે છે ત્યારે આત્મા સંબંધી યથાર્થ જ્ઞાન મેળવવા માટે અન્ય સર્વ પદાર્થો સંબંધીનું વિશદ જ્ઞાન લેવું જરૂરી થાય છે, કારણ કે એ જ્ઞાન થકી જ આત્મા આ છે કે આ નથી એમ નક્કી થઈ શકે છે. એટલે કે ને પુ ં નાળરૂ તે સર્વાં બાળકૢ તથા ને સર્વાં બાળકૢ તે ાં નાળડ્ અર્થાત્ જેણે એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું અને જેણે સર્વ જાણ્યું છે તેણે એક આત્મા જાણ્યો છે, એમ કહી
૨૯૭