________________
કેવળી પ્રભુનો સાથ
વિચાર કરતાં સમજાય છે કે નિત્યનિગોદમાંથી બહાર કાઢી, એકથી પાંચ ઇન્દ્રિય અને સંજ્ઞાનો મેળાપ કરવા સુધી પ્રગતિ કરાવી, સ્વસ્વરૂપની ઝાંખી કરાવી, પૂર્ણ મુક્ત થવા સુધીની પ્રેરણા તથા સથવારો આપનાર સમસ્ત સત્પુરુષોના ઉપકારનો આભાર ક્યા શબ્દોમાં માનવો? જીવનની પ્રત્યેક અવસ્થાએ સત્પુરુષનું સાનિધ્ય કેટલું ઉપકારી છે અને સુખકારી છે તેનો અંદાજ આવવો જીવને માટે ઘણો કઠણ છે. તેમ છતાં જીવને જેમ જેમ વિશુદ્ધિ આવતી જાય છે, સત્પુરુષનો અનુભવ થતો જાય છે તેમ તેમ તેનાં હૈયામાંથી એક અવિરત ધ્વનિ ઊઠે છે કે “તે સત્પુરુષ ત્રિકાળ જયવંત વર્તો”.
ત્રિકાળ જયવંત વર્તો!
જે સત્પુરુષોએ આત્માના અપૂર્વ સ્વભાવને પ્રગટ કરનાર મહામહા કલ્યાણમાર્ગ વહેતો રાખ્યો છે, તે સત્પુરુષ સદાય આ જગતમાં રહો. ક્યારેય આ જગત સત્પુરુષરહિત ન બનો, ત્રિકાળ એટલે ત્રણે કાળમાં, ભૂતકાળમાં આવા સત્પુરુષોએ માર્ગની રક્ષા કરી જગતજીવોને શુદ્ધિ મેળવવામાં મદદ કરી છે, વર્તમાનમાં એ કોટિના સત્પુરુષો જગતજીવોને સ્વરૂપ પ્રાપ્તિ કરવામાં સતત ઉપકારી થઈ રહ્યા છે, અને ભાવિમાં પણ આવા સત્પુરુષોની ઓછપ થાય તેવું બને નહિ એવી કૃપા ઇચ્છી છે. ત્રણે કાળમાં આવા સત્પુરુષોની શુભ અસર જગતના જીવો સ્વીકારતા રહે એ આશય “જયવંત રહો” એ શબ્દોમાં જોવા મળે છે. સત્પુરુષ ‘સર્વ જીવનું કલ્યાણ હો’ એ ભાવના ભાવે છે, જે જે જીવો આ ભાવનાનો સ્વીકાર કરે છે તે સર્વ કલ્યાણ સન્મુખ થાય છે. કલ્યાણ સન્મુખ થનારા જીવો પણ સત્પુરુષની પદવીએ પહોંચી કલ્યાણમાર્ગને વિશેષતાએ પ્રકાશે; અને આમ કલ્યાણની શુભ ભાવના તથા કલ્યાણ કાર્ય અવિરતપણે ચાલ્યા કરે એવા ઉદ્દેશથી “ત્રિકાળ જયવંત વર્તો!” એવા ઉદ્ગાર સહજતાએ નીકળી ગયા છે.
સત્પુરુષના સાનિધ્યનું સાતત્ય જીવોને મળતું રહે, તેમની અસ૨ જગજીવો સ્વીકારતા રહે તો તે સત્પુરુષ કર્મ સામે જયવંત થાય છે, જીવોને કર્મ સામેની
૨૯૬