________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
કરવાનો. આત્માને અવ્યાબાધ સુખનો ભોગવટો કરતાં અટકાવે છે વેદનીય કર્મ. વેદનીય કર્મનાં પરમાણુઓ આત્માને ચીટકી જઈ, તેને શાતા અશાતારૂપ પોગલિક વેદનમાં ખેંચી જઈ અવ્યાબાધ સુખથી વંચિત કરે છે. જીવ કર્મના ઉદય પ્રમાણે આઠેકમનું શાતા કે અશાતારૂપે વેદન કરે છે. કેવળી પર્યાય પામ્યા પછી આત્મા પોતાનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યને ભોગવવા સાથે સાથે ચાર અઘાતી કર્મનું પણ વેદન કરે છે. અને જ્યારે આત્મા અઘાતી કર્મનો પણ ક્ષય કરે છે ત્યારે તે પોતાની અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુત્વ ગુણ અને આવ્યાબાધ સુખનો ભોગવટો કરવામાં સ્થિર થાય છે. આ સર્વ ગુણોનું વેદન તેને અનંતાઅનંત કાળ પર્યત રહે છે. આ સ્થિતિના વેદનમાં તેમને જગતની કોઈ પણ શક્તિ બાધા કરી શકતી નથી.
અયોગી ગુણસ્થાને આવ્યા પછી યોગ સંધી આત્મા શાતાવેદનીય કર્મનો બંધ કરતાં પણ અટકી જાય છે, સાથે સાથે ચારે અઘાતી કર્મનો પૂર્ણ ક્ષય થાય છે. અને આત્માનો અયોગી સ્વભાવ પ્રગટ થાય છે. સ્વભાવથી અયોગીપણું આત્માએ આ પૂર્વે કદી માર્યું ન હતું, ૧૪માં ગુણસ્થાને આત્માને પહેલી જ વાર તેની અનુભૂતિ આવે છે. આ સ્થિતિએ પહોંચવામાં પ્રેરણા કરનાર તથા માર્ગદર્શન આપનાર છે ઉત્તમ દશાના સપુરુષ. તેમની દોરવણી નીચે જ આત્માની કલ્યાણયાત્રા પૂરી થઈ શકે છે. કેવળીપર્યાયમાં આત્મા, સિદ્ધ થવાની પ્રેરણા કરનાર સિદ્ધ પ્રભુનાં કલ્યાણ પરમાણુઓ ઉત્તમતાએ સ્વીકારે છે અને તેનો ઉત્તમતાએ ઉપયોગ કરી આત્મા સિદ્ધ થવાની ચાવી મેળવી, અંતિમ ધ્યેય સિધ્ધ કરવામાં સફળ થાય છે. આમ નિત્યનિગોદથી શરૂ કરી પ્રત્યેક પ્રગતિના સ્થાને નિસ્પૃહભાવથી ઉપકાર કરનાર સપુરુષ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સુધી મદદકર્તા બની રહે છે, એ સપુરુષનાં ઉપકારનું અને આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે.
શ્રી સત્પરુષે આવું કલ્યાણ ઉદારદિલથી જગતજીવોને આપ્યું તે તેમનો અવર્ણનીય ઉપકાર છે. જો આવું કલ્યાણકાર્ય તેમણે કર્યું ન હોત તો કોઈ પણ જીવ સ્વરૂપપ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરવા ઉદ્યમી થાત નહિ. તેમણે કરેલાં આપણા પરના ઉપકારનો
૨૯૫.