________________
કેવળી પ્રભુનો સાથ
સદસતા નથી અર્થાત્ પરિણામમાં ફેરફાર નથી. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ આ જ અપેક્ષાથી અરૂપીપણું સમજવા યોગ્ય છે.
જીવનાં ગોત્રકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે તેનો અગુરુલઘુ ગુણ ઉત્તમતાએ પ્રકાશે છે. ગોત્રકર્મના કારણથી આત્માનો અગુરુલઘુ ગુણ અવરાય છે. ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હળવો. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ અને હળવો પણ નહિ એવો. ગુરુત્વ અને લઘુત્વ એ રૂપી પદાર્થનું લક્ષણ છે, અગુરુલઘુપણું એ અરૂપી પદાર્થનું લક્ષણ છે. પુદ્ગલ એક પરમાણુની અપેક્ષાએ ફેરફાર પામતું નથી તેથી તેનામાં અગુરુલઘુ ગુણ છે, પણ અનેક પરમાણુનાં સંયોજન તથા વિસંયોજનની અપેક્ષાએ તેના આકારમાં ઘણા ઘણા ફેરફાર થયા કરે છે તેથી તેનામાં લઘુત્વ તથા ગુરુત્વનો ગુણ ઉભરાય છે. બીજી અપેક્ષાએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની શક્તિ એટલે અગુરુલઘુ ગુણ. છએ દ્રવ્યો પોતપોતાનું અસ્તિત્વ સદાકાળ માટે જાળવી રાખે છે એ અપેક્ષાએ સર્વ દ્રવ્યો અગુરુલઘુ ગુણ ધરાવે છે. એમાં પુદ્ગલની વિપરીત અસર આત્મા પર થતી હોવાથી, આત્મા તથા પુદ્ગલનું સંયોજન થાય ત્યારે તે લઘુગુરુરૂપ થઈ જાય છે. કર્મ વર્ગણાઓ આત્માને ચીટકવાથી તેનો અગુરુલઘુગુણ અવરાઈ જાય છે, તે કર્મના ભારથી ભારે અને હળવાશથી હળવો થાય છે. કર્મ વર્ગણાઓ પૂર્ણતાએ નીકળી જતાં આત્માનો મૂળભૂત અગુરુલઘુ ગુણ ખીલી ઊઠે છે. પુદ્ગલના અગુરુલઘુ ગુણ કરતાં આત્માનો અગુરુલઘુ ગુણ વિશેષ બળવાન છે, કારણ કે આત્મા ક્યારે પણ કર્મથી પૂરેપૂરો અવરાઈ જતો નથી; અક્ષરના અનંતમા ભાગે તેનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ખુલ્લાં જ રહે છે. ગોત્રકર્મ જીવનું ભારેપણું તથા હળવાપણું બતાવે છે. કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્મામાં જે ગુરુત્વ કે લઘુત્વ દેખાય છે તેને આધારે જીવનું ઉચ્ચ ગોત્ર છે કે નીચ ગોત્ર છે તે નક્કી થાય છે. આ પરથી ગોત્રકર્મ આત્માને કેવી રીતે છાવરે છે તે આપણને સમજાય છે.
વેદનીય કર્મ આત્માનાં અનંત અવ્યાબાધ સુખના અનુભવને રોકે છે. આત્માનો મૂળભૂત સ્વભાવ છે કોઈની પણ રોકટોક કે અટકાયત વિના અનંત સુખનો ભોગવટો
૨૯૪