________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આત્મા પોતાની અક્ષય સ્થિતિને સિધ્ધ કરે છે. પોતાના અવિનાશી ગુણને સંપૂર્ણતયા પ્રગટાવે છે.
નામકર્મના પ્રભાવથી આત્માનો અરૂપીપણાનો ગુણ અવરાય છે, અને તે રૂપીપણાને ધારણ કરે છે. રૂપ એટલે આકારનો ગુણરૂપી એટલે જેનામાં જુદાં જુદાં રૂપ-આકાર ધારણ કરવાની શક્તિ છે તે. આવી જુદાં જુદાં રૂપ ધારણ કરવાની શક્તિ પુગલમાં ઘણા મોટા પ્રમણામાં છે. મળવા તથા વિખરાવાના ગુણને કારણે પુગલ અનેકરૂપ ધારણ કરે છે અને તેથી રૂપી કહેવાય છે. આવાં રૂપી પુગલો કર્મના પ્રભાવથી દેહાદિરૂપે આત્મા સાથે જોડાય છે. આત્મા કર્મબંધના કારણે દેહપ્રમાણ બની દેહમાં વ્યાપીને રહેતો હોવાથી તેને દેહનો જે આકાર મળ્યો હોય તે આકાર ધારણ કરે છે. આમ ચોરાશી લાખ જિવાયોનિમાં ભમતો જીવ પ્રત્યેક દેહને અનુરૂપ આકૃતિઓ ધારણ કરતો રહે છે, આથી સકર્માવસ્થામાં તેનું રૂપીપણું સહુને પ્રત્યક્ષપણે અનુભવાય છે. દેહ, તેનું બંધારણ, તેનાં અંગો અને ઉપાંગો, તેનું સંઘાતન (દેહનાં પુદ્ગલ પરમાણુઓને આત્મા સુધી ખેંચવા), તેનું સંવનન (હાડકાનું બંધારણ), ઇન્દ્રિય, નરકાદિ ગતિ વગેરે વગેરે નામકર્મમાં સમાતા હોવાથી, નામકર્મને કારણે જીવને રૂપીપણું આવે છે એમ કહેવાય છે. વાસ્તવિકતામાં આત્મા અરૂપી છે. અરૂપી એટલે જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ. આત્મા પોતાની રીતે કોઈ પણ આકાર ધારણ કરતો નથી. અરૂપી એટલે એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર થતો નથી તે. આત્મા આવો અરૂપી છે, આકારનાં ફેરફાર વગરનો છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ પણ અરૂપી છે. તે ત્રણે દ્રવ્ય સદાકાળ માટે લોકાકાશના આકારે જ રહે છે, ક્યારેય અન્યરૂપ થતાં નથી. આત્મા જ્યારે નામકર્મથી અને તેની ૧૦૩ પ્રકૃતિથી મુક્ત થઈ, દેહથી ભિન્ન થઈ સિદ્ધભૂમિમાં જાય છે ત્યારે તે પોતાનાં અરૂપીપણાને ધારણ કરે છે. ચરમ માનવદેહની સિધ્ધ થતી વખતે જે આકૃતિ હોય છે તેનાં ૨/૩ કદની આકૃતિમાં એ આત્મા ચિરકાળ માટે સિધ્ધભૂમિમાં સ્થાન ગ્રહણ કરે છે, એ આકારમાં અનંતકાળ પછી પણ કોઈ જ ફેરફાર થતો નથી. આવો સ્થાયી આકારમાં રહેવાનો ગુણ તે આત્માના ‘અરૂપીપણાને લીધે છે. તેમાં
૨૯૩