________________
કેવળી પ્રભુનો સાથ
જે જીવો આનાથી વિપરીત પણે વર્તે છે તેને તેને શાતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અશાતા જ મળતી અનુભવાય છે. અને જે જે જીવો અન્યનું શુભ કરવામાં વર્તે છે તેને શુભની પ્રાપ્તિ થયા કરતી હોય છે. મૂળ સ્વભાવથી વિપરીતપણે ન પ્રવર્તવામાં જીવ ઘણું ઘણું મેળવતો હોય છે.
આ પ્રકારે પોતાના સ્વભાવનું અપૂર્વપણું ખીલવતાં ખીલવતાં આત્મા ચાર ઘાતકર્મોથી છૂટ્યા પછી બાકીનાં ચાર અઘાતી કર્મોથી પણ છૂટી જાય છે. મોહનો નાશ થતાં શતાવેદનીય સિવાયની કોઈ પણ કર્મપ્રકૃતિ કેવળી પ્રભુને બંધાતી નથી. બાકીનાં ચારે અઘાતી કર્મો અયોગી ગુણસ્થાને પૂર્ણતાએ નિર્જરી જવાથી એ કર્મને લગતું આત્માનું અપૂર્વપણું સંપૂર્ણ પ્રગટ થાય છે.
આયુષ્ય કર્મના ભોગવટા માટે તે કર્મના પ્રભાવથી જીવને પ્રાપ્ત થયેલા દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. દેહની ઉત્પત્તિ સાથે જીવનો જન્મ થયો કહેવાય છે અને દેહનો ત્યાગ થતાં જીવનું મૃત્યુ થયું એમ કહેવાય છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય છે. વાસ્તવિક રીતે આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આત્મા સદાકાળ રહેનારો છે અર્થાત્ નિત્ય છે. પરંતુ નિત્ય એવા આત્માને ક્ષણિક એવા દેહના સંયોગમાં ઉત્પત્તિ તથા લયની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાથી બાહ્ય દૃષ્ટિએ તેનું સર્વને ક્ષણિકપણું જણાય છે. અને તે દેહમાં જીવે પોતાપણું અને મારાપણું કરી મૂક્યું હોવાથી પોતે પોતાને અનિત્ય માનવાની ભૂલ પણ કરતો રહે છે. તે જીવ પરિભ્રમણકાળ દરમ્યાન ક્યારેય નાશ પામતો નથી, પણ તેને વેદાતી એકરૂપતાની ભ્રમણાને કારણે પોતાને ક્ષણિક સમજી વર્તન કરતો જાય છે. અને કર્મપાશમાં સતત બંધાતો રહે છે. જ્યારે તેની આ ભ્રમણા ભાંગે છે, અને દેહના મમત્વપણાના મોહનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે તે દેહ શુધ્ધાત્મા માટે ચરમ દેહ બની રહે છે. આ ચરમદેહને ત્યાગી આત્મા સિધ્ધભૂમિમાં જાય છે ત્યારથી તે અશરીરી બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઉતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. દેહનાં બંધન છૂટવા સાથે તેના ઉત્પત્તિ તથા લયના બંધનથી પણ મુક્ત બની,
૨૯૨