________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અસંજ્ઞીપણામાં અન્યને સહાય કરી ઉપકારક થવાનો જીવનો સ્વભાવ પ્રછન્નપણે કામ કરે છે; અને જ્યારે જીવને સંજ્ઞા મળે છે ત્યારે આ સ્વભાવ જીવને પોતાને પણ લક્ષગત થાય એટલો ફ્રૂટ થઈ શકે છે. જ્યાં સુધી જીવને સમકિત પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તેનું ઉપકાર કાર્ય મતિકલ્પનાની મેળવણીને લીધે લૌકિકરૂપે પરિણમે છે. ભૌતિક રીતે સાથ સહકાર આપી અન્ય જીવો પર ઉપકાર કરી તે જીવ પુણ્યબંધ કરી વ્યવહા૨ે શાતાના ઉદયો જેવાં કે સારું શરી૨, શાતાના નિમિત્તો આદિ મેળવે છે. પણ જીવને જ્યારે સત્પુરુષનો યોગ થાય છે, સમકિતની પ્રાપ્તિ થાય છે ત્યારથી તેની સહાયક બનવાની ભાવના અલૌકિકરૂપ ધારણ કરતી જાય છે. તેની મદદ કરવાની ભાવના માત્ર ક્ષણિક શાતા માટે ન રહેતાં શાશ્વત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરવા અને કરાવવા માટે કાર્યરત થાય છે. સ્વભાવની આવી અપૂર્વતા જીવ દ્રવ્ય સિવાયનાં અન્ય કોઈ પણ દ્રવ્યમાં પ્રગટતી જોવા મળતી નથી.
આ લોકમાં અન્યને સહાય કરવાનું ઉત્તમ કાર્ય જો કોઈ આત્મા ઉત્કૃષ્ટતાએ કરતો હોય તો તે આત્મા છે “શ્રી તીર્થંકર ભગવાન”. તેઓ જીવ સમસ્તનું કલ્યાણ થાય એવા ભાવ કેટલાય ભવ સુધી કરતા રહે છે, અને સહુને આત્માના સ્વભાવનું અપૂર્વપણું પ્રાપ્ત થાય તે માટે શક્તિ ગ્રહણ કરી, પુરુષાર્થ કર્યા કરે છે. સંસારી જીવો આ પુરુષાર્થનું શુભ ફળ મેળવે પણ છે. ઘણા ઘણા આત્માઓ શ્રી પ્રભુનાં માર્ગદર્શનને પામી કલ્યાણ સન્મુખ થાય છે; અને પોતે પણ કલ્યાણભાવ કરતા શીખતા જાય છે. સાથે સાથે શ્રી પ્રભુએ પોતા પર જે અવર્ણનીય ઉપકાર કર્યા છે તેની સમજણ આવવાથી, ઉપકાર કરવા માટે પ્રભુનો આભાર માનવાનું લેશ પણ ચૂકતા નથી. બીજાએ પોતા પર કરેલા ઉપકારનો આભાર માનવો અને પોતે અપેક્ષા રાખ્યા વિના અન્ય જીવો પર ઉપકાર કરતા રહેવો એવી જીવના સ્વભાવની અપૂર્વતાને કારણે તો આખી સૃષ્ટિનું વ્યવસ્થિત સંચાલન થયા કરે છે. આત્માનું આવું અપૂર્વપણું જો ન હોય તો આખી સૃષ્ટિ અવ્યવસ્થિત અને અંધાધૂંધીવાળી બની જાય, વિચારતાં આ વિધાનની સત્યતા સમજાશે. જીવે પોતાના આ સ્વભાવને અગ્રસ્થાને રાખવો યોગ્ય છે તેનો લક્ષ રહે એ હેતુથી જે
૨૯૧