________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
શુક્લધ્યાનથી છૂટી તે સાધક જીવ ધર્મધ્યાનમાં સ્થિર થાય છે ત્યારે તે અન્ય સાધક જીવોનાં કલ્યાણની પ્રવૃત્તિમાં મગ્ન બને છે. તેમ કરતાં તેમણે પોતાના સ્વભાવની અપૂર્વતા ઘણા અંશે પ્રગટ કરી હોવાથી બીજા સુપાત્ર સાધકોને માટે તે આદર્શરૂપ અને ઉપકારી નીવડે છે. આમ પૂરોગામી સપુરુષો પાસેથી ઋણ લઈ, પોતે સત્પરુષ બની, અન્ય અનુગામીને આત્મવિકાસ કરવામાં સહાયક બની, રહેલા ઋણથી મુક્ત થવાનો ભવ્ય પુરુષાર્થ તે સાધક શરૂ કરે છે. આ રીતે પૂરોગામી પાસેથી ઋણનો સ્વીકાર કરવો, તે ઋણનો ઉપયોગ કરી આત્મવિકાસ સાધવો, અને પાત્ર થતાંની સાથે લીધેલા ઋણથી મુક્ત થવા અનુગામીને સહાય કરી ઋણ આપવું, આવો ક્રમ સત્કર્મમાં ચાલ્યા કરે છે. અને આ રીતે કલ્યાણચક્રનું નિર્માણ થાય છે. જે પુરુષ પૂર્ણ થઈ સિદ્ધ થાય છે તે આ કલ્યાણચક્રની બહાર નીકળે છે, અને તેની જગ્યાએ નવા સપુરુષ ઉમેરાઇ કલ્યાણકાર્ય ચાલુ રાખે છે.
શ્રી સત્પષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનો આધાર લઈ જીવ પોતાનાં સુષુપ્ત ચેતનને જાગૃત કરી સમ્યક્દર્શન મેળવે છે. વિશેષતાએ વિશુદ્ધિ અને વિકાસ કરવા તે જીવ પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણની સહાય લઈ સમ્યકજ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન કરે છે. આ આરાધનનાં ફળરૂપે શ્રી સત્પરુષની સહાયથી તે જીવને પોતાનાં આત્માના સ્વભાવનું અપૂર્વપણું જાણવામાં આવે છે. તે જાણકારી આવતાં અપૂર્વ સ્વભાવનું પ્રગટીકરણ કરવા માટે તે જીવ પ્રવૃત્ત થાય છે અને સમ્યકુપ્રકારની રત્નત્રયની આરાધના તેને પુરુષની મંગલમય કક્ષા સુધી લઈ જાય છે. આ વખતે એક બાજુ વિશેષ શુદ્ધ થવાની તેની સાધના ચાલે છે અને બીજી બાજુ તે અન્ય પાત્ર જીવોના સુષુપ્ત ચેતનને જાગૃત કરવાનું, પડતી વૃત્તિને સ્થિર રાખવાનું, અપૂર્વ સ્વભાવને પ્રગટ કરવાની પ્રેરણા કરવાનું કાર્ય કરતો રહી, પૂર્વે સ્વીકારેલા સત્પરુષનાં ઋણની ચૂકવણી કરવાનું કાર્ય પણ કરતો જાય છે. આ નિઃસ્વાર્થ અને નિર્ચાજ પ્રવૃત્તિ કરવાથી જે પુણ્ય જન્મે છે તે પુણ્ય પુરુષને શુક્લધ્યાનના અંતમુહૂર્તના અનુભવીમાંથી સર્વકાળના અનુભવી બનાવે છે. સર્વજ્ઞ થઈ એ આત્મા જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તે કેવળીપ્રભુ આ કલ્યાણચક્રની બહાર નીકળી જાય છે,
૨૬૯