________________
કેવળી પ્રભુનો સાથ
અને તેની જગ્યાએ અન્ય પુરુષ કલ્યાણચક્રમાં પ્રવેશી તેની ગતિ ચલાવવામાં ભળે છે. પૂર્વના સપુરુષો પૂર્ણ થઈ સિધ્ધ થતી વખતે કલ્યાણચક્રની બહાર જાય છે, અને નવા સાધક સત્પરુષો આ કલ્યાણચક્રમાં ભળી તેનું સંચાલન કરવા પ્રવૃત્ત થાય છે. આમ સન્દુરુષો દ્વારા સતત કલ્યાણકાર્ય ચાલ્યા જ કરે છે. આ રીતે કલ્યાણકાર્ય સતત ચાલુ રાખવું તે આત્માનો વિશિષ્ટ અપૂર્વ આત્મસ્વભાવ છે.
પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત જીવ સાધના કરતાં કરતાં અપ્રમત્ત સંયમી બને છે ત્યારે તે કર્મબંધના ત્રણ કારણો મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદથી છૂટી ગયો હોય છે. તે પ્રમાદરહિત સંયમ કેળવી, સપુરુષમાં પોતાનું એકપણું અનુભવી બાકી રહેલાં કર્મબંધના બે કારણો કષાય તથા યોગથી મુક્ત થવાની પ્રવૃત્તિ શરૂ કરે છે. તે માટે તે સ્વરૂપસ્મરણનો સહારો વધારે સ્વીકારે છે. પ્રભુ સાથેની એકતા થોડા કાળ માટે તે માણે છે, તે એકતા સર્વકાળમાં પલટાય તે માટેનો પુરુષાર્થ વધારવા ઇચ્છે છે. એટલે કે થોડા કાળનું તેને અનુભવાતું નિર્વિકલ્પપણું વધતું જાય, તેની પૂર્ણતા થાય અને ફરીથી સવિકલ્પ થવું જ ન પડે એવી દશાની પ્રાપ્તિ માટે ઝંખતો થાય છે. જેના અનુસંધાનમાં તે પૂર્ણતાએ નિર્વિચાર થઈ જાય છે.
પૂર્ણ નિર્વિકલ્પપણું એ આત્માનો અભૂતપૂર્વ સ્વભાવ છે. અનાદિકાળથી સવિકલ્પપણાને ભજતો આત્મા જ્યારે નિર્વિકલ્પપણાની અભુતતા માણે છે ત્યારે તેને સદાકાળ એ રૂપે રહેવાની તાલાવેલી લાગે છે, પણ કર્મના પ્રભાવથી તે જીવ અવિકલ્પમાંથી સવિકલ્પ થઈ જાય છે, ફરીથી પુરુષાર્થ કરી નિર્વિકલ્પ થાય છે, અને પાછો સવિકલ્પ બને છે. પણ નિર્વિકલ્પતાના અનુભવની એક ખાસિયતનો તેને અનુભવ થાય છે. તે જીવ જેટલા કાળ માટે નિર્વિકલ્પપણું અનુભવે છે, તે કાળના પછીના સમયમાં કોઈ પણ અન્ય-નિર્વિકલ્પપણાના અનુભવમાં ઘટાડો થતો નથી. ઉદા. ત. એક જીવ જો ત્રણ મિનિટ માટે નિર્વિકલ્પ થયો હોય તો તે જીવ જ્યારે બીજી વખત નિર્વિકલ્પ થાય ત્યારે તેનો સમય ત્રણ મિનિટથી જરા પણ
૨૭)