________________
કેવળી પ્રભુનો સાથ
ઉદય આવતાં જીવ સાતમા ગુણસ્થાનથી શ્રુત થઈ છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાને આવે છે. જ્યાં સુધી જીવ અવિકલ્પ રહે છે ત્યાં સુધી તે શુક્લધ્યાનનો અનુભવ કરે છે; એમ કહી શકાય. તેમાંથી નીકળી સવિકલ્પ દશા આવતાં જીવ ધર્મધ્યાનમાં પ્રવર્તે છે, જો તે શુભ કલ્યાણભાવમાં પ્રવર્તતો હોય તો. અને જો તે જીવ વિશેષ પ્રમાદી થઈ સંસારીભાવમાં સરી પડે તો તે આર્તધ્યાન કરતો થઈ જાય છે. આ સ્થિતિમાં ન જવું પડે તેની સાવચેતી જીવે રાખવી ઘટે છે, કારણ કે આત્મદશામાં આગળ વધ્યા પછી જે કંઈ દોષ જીવથી કરવામાં આવે છે તેનો મોટો દંડ તેણે ભોગવવો પડે છે. માટે અપ્રમત્તસંયમ સુધી પહોંચેલા જીવે સતત એ લક્ષ રાખવો ઘટે કે આર્ત કે રૌદ્ર પરિણામ તેને થાય જ નહિ. માત્ર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં જ રહેવાનું બને એવા પરિણામ તે જીવ સેવે તે યોગ્ય છે. મોટે ભાગે આવા જીવો અપ્રમત્ત સંયમથી છૂટી પ્રમત્ત દશામાં આવે તો પણ તે ફરીથી અપ્રમત્તદશા મેળવવા પુરુષાર્થી રહે છે. તેથી તેઓ જે જે સાધનોની સહાયથી નિર્વિકલ્પ થઈ શકે તેની સહાય લઈ, વારંવાર અપ્રમત્ત દશા માણવાનો પુરુષાર્થ કર્યા જ કરે છે.
આવો સપુરુષાર્થ કરવા માટે તેને સૌથી વિશેષ સહાય શ્રી સત્પરુષ તરફથી જ મળે છે. સપુરુષને નિર્વિકલ્પ દશાનો ઘણો અનુભવ હોય છે, તેમને જે સંસારથી અલિપ્તપણું વેદાય છે તે તેમનાં વચનામૃત, મુદ્રા અને સમાગમમાં ટપકતું રહે છે, અને બીજી બાજુ સાધક પોતે પણ આ દશાના અનુભવી થવાથી, શુદ્ધાત્મા થવાનો અભિલાષી બની સપુરુષ સાથે ઐક્ય અનુભવતો હોવાથી પોતાની સમજણને બરાબર વિશદ કરી શકે છે, સાથે સાથે નિર્વિકલ્પ દશાના વારંવારના અનુભવ માટે પ્રયત્ની રહ્યા કરે છે. શ્રી પુરુષનાં સાનિધ્યનાં કારણે આ પ્રકારનું આચરણ તેને સહજ થતું જાય છે. અર્થાત્ સાધક જીવ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનની વચ્ચે રમતો રહી, રત્નત્રયની આરાધનાનું ઉત્તમપણું મેળવતો જાય છે. પરિણામે તે સાધક પોતાના અપૂર્વ આત્મ સ્વભાવને પ્રગટ કરવા ઉપરાંત બીજા સાધક જીવોને પણ આત્માના અપૂર્વ સ્વભાવની પ્રતીતિ આપવામાં સહાયક થતો જાય છે. આમ અન્યને તેમના સ્વભાવની અપૂર્વતા ચરિતાર્થ કરવા માટે પણ પ્રેરણારૂપ બને છે.
૨૬૮