________________
કેવળી પ્રભુનો સાથ
કઠણાઈ ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણભાવનો સાથ ખૂબ જ વિશિષ્ટ રીતે આવેલી આપત્તિમાં ટકી રહેવા માટે, વિભાવમાં ન જવા દેવા માટે ઉપકારી થાય છે.
એમાં પણ શ્રીગુરુ જો ઉત્તમ અવસ્થાએ હોય તો તેમના પ્રસરતા કલ્યાણભાવને કારણે શિષ્યને અત્યંત અલ્પ પુરુષાર્થ સિદ્ધિ મેળવવા માટે કરવો પડે છે. ઉદા.ત. સર્વોત્તમ કલ્યાણભાવ શ્રી તીર્થંકર પ્રભુનો છે, તેમનાં નિમિત્તે જે જીવ પુરુષાર્થ કરે તેને પોતાની દેહાસક્તિ તોડવા માટે અલ્પ પુરુષાર્થ કરવો પડે છે. શ્રી કેવળીપ્રભુનાં નિમિત્તથી જે જીવ વિકાસ કરે છે તેને દેહાસક્તિ તોડવા માટે થોડા વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે. ચાર જ્ઞાનના ધર્તા શ્રી ગુરુની આજ્ઞાએ વર્તતા જીવને એટલી જ સિદ્ધિ મેળવવા માટે એનાથી વિશેષ પુરુષાર્થની જરૂર પડે છે, અને સામાન્ય ગુરુની આજ્ઞાએ ચાલતા જીવને એટલીજ સિદ્ધિ મેળવવા માટે એથી પણ વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. આમ શ્રી સદ્ગુરુનો કલ્યાણભાવ જેટલો બળવાન હોય, તેની સાથે જગતના સુખની જેટલી વિશેષ નિસ્પૃહતા હોય તેટલો વિશેષ લાભ તેની આજ્ઞાએ રહેતા શિષ્યને મળે છે.
બીજી બાજુ શિષ્યનો પુરુષાર્થ પણ એટલો જ અગત્યનો ભાગ ભજવે છે. એક શિષ્ય શ્રી તીર્થકર પ્રભુનાં નિમિત્તે આગળ વધતો હોય પણ તે મંદ પુરુષાર્થી હોય તો તેને સામાન્ય લાભ જ મળે છે, અને તેનો વિશેષ પુરુષાર્થ હોય તો તેને વિશેષ લાભ થાય છે. શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તે આગળ વધતો બળવાન પુરુષાર્થી જીવ તે જ જન્મમાં સમકિતથી શરૂ કરી કેવળજ્ઞાન પામવા સુધીનો વિકાસ પણ કરી શકે છે. જેમ એક ઉત્તમ શિક્ષક પોતાના અનેક શિષ્યોને એકસરખું જ માર્ગદર્શન આપતા હોય છે, પણ સહુ શિષ્યો પોતપોતાની પાત્રતા અને પુરુષાર્થને આધારે ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ શિષ્ય થાય છે, તેવું જ પરમાર્થ વિકાસમાં પણ થાય છે. શ્રી તીર્થકર કરતાં નબળા નિમિત્તે આગળ વધતાં જીવને એટલી જ સિદ્ધિ મેળવવા વિશેષ ઉગ્ર પુરુષાર્થની જરૂર પડે છે. જો કોઈ પ્રસંગમાં છદ્મસ્થ ગુરુના પુરુષાર્થ કરતાં શિષ્યનો પુરુષાર્થ વિશેષ બળવાન હોય તો તે શિષ્ય ગુરુની આત્મદશા સુધી વિકાસ કર્યા
૩૬૪