________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
પછી વિકાસ કરતાં અટકી જતો નથી. એના વિકાસની જવાબદારી તેના ગુરુના ગુરુ વ્યક્ત કે અવ્યક્તપણે સ્વીકારી લેતા હોય છે. ગુરુના ગુરુની પણ મર્યાદા આવી જાય તો તેના વિકાસને તેમના ગુરુ સંભાળી લે છે. કારણ કે પરમાર્થ માર્ગમાં શિષ્ય આદરેલો સાચો પુરુષાર્થ ક્યારે પણ પરના કા૨ણે રુંધાતો નથી, એવો નિયમ છે. આથી શિષ્યની સંભાળ ગુરુ, તેના ગુરુ, તેના ગુરુ એમ એ પેઢી શ્રી તીર્થંકર પ્રભુ સુધી લંબાય છે. અને શ્રી તીર્થંકર પ્રભુ સર્વોત્તમ ગુરુ હોવાથી પૂર્ણતા પામવા સુધીનો લાભ પુરુષાર્થી શિષ્યને મળ્યા જ કરે છે. શ્રી તીર્થંકર પ્રભુ પૂર્ણ વીતરાગી, ચાર ઘાતીકર્મ રહિત, અને જીવ સમસ્તનાં કલ્યાણનાં ઇચ્છુક છે તેથી ગમે તેટલી પેઢીની સંખ્યા થઈ હોય તો પણ કોઈ પણ જીવને તેમની પાસેથી પ્રેરણાનાં પિયુષ તો મળ્યા જ કરે છે. અહીં એક લક્ષ રાખવું જરૂરી છે કે ગુરુ શિષ્યની પેઢી જેટલી લાંબી થાય, તેટલી કલ્યાણ કરવાની સમર્થતા ઓછી થતી જાય છે, આથી વિકાસ કરવા માટે વધારે ને વધારે પુરુષાર્થ કરવાની જરૂરિયાત ઊભી થતી જાય છે.
આમ થવાનું કારણ સમજવા યોગ્ય છે. શ્રી તીર્થંકરપ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતવીર્ય તથા અનંતચારિત્રના ધારક હોવા સાથે સર્વોત્તમ કલ્યાણભાવ જીવ સમસ્ત માટે વેદનારા છે. તેમનું ભાવનું અને અનુભવનું જેટલું ઉત્કૃષ્ટપણું છે, તે સર્વ તેઓ વાણીની મર્યાદાને કારણે સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતા નથી. છતાં પણ શ્રી અરિહંતપ્રભુ પોતાનું વક્તવ્ય જેટલી ઉત્કૃષ્ટતાથી સમજાવી શકે છે, તે જ માત્રામાં તેમના ઉત્તમોત્તમ શિષ્ય શ્રી ગણધર પ્રભુ ગ્રહણ કરી શકતા નથી. અન્ય જીવો કરતાં તેઓ ઘણી વિશેષતાએ ગ્રહણ કરી શકે છે, એ હકીકત હોવા છતાં તેઓ અરિહંત પ્રભુના ઉપદેશને પૂર્ણપણે ગ્રહી શકતા નથી. વળી, શ્રી ગણધરજી જેટલું ગ્રહણ કરે છે તેનાથી કંઇક ન્યૂનપણે અન્યને જણાવી શકે છે. શ્રી ગણધર જેટલી ઉત્તમતાએ વ્યક્ત કરી શકે છે, તેટલું તેમના શિષ્યો ગ્રહણ કરી શકતા નથી, તેમાં અમુક અંશે ન્યૂનપણું રહે જ છે. અને આમ પેઢી દર પેઢી બોધની ન્યૂનતા થતી જાય છે. અને બોધમાં જેટલી ન્યૂનતા વધારે તેટલો આત્મશુદ્ધિ કરવા માટે વિશેષ પુરુષાર્થ જોઈએ છે. આમ શ્રી અરિહંત પ્રભુની પેઢી સુધી પહોંચવામાં વચમાના ગુરુની સંખ્યા જેટલી
૩૬૫