________________
કેવળી પ્રભુનો સાથ
અલ્પ તેટલો વિશેષ લાભ શિષ્યને મળે છે. માટે શ્રી તીર્થંકર પ્રભુ કે ગણધર પ્રભુના શિષ્યો પુરુષાર્થના આધારે જે ઝડપથી આત્મવિકાસ કરી શકે છે તેવી ઝડપથી એવોજ પુરુષાર્થ કરવા છતાં અન્ય આચાર્યોના શિષ્યો વિકાસ સાધી શકતા નથી.
બીજી તરફ જીવના પુરુષાર્થની પ્રબળતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનો વિકાસ જલદીથી થતો જાય છે. તેને વિકાસનાં પ્રત્યેક પગલે કોઈના ને કોઈના યથાર્થ કલ્યાણભાવના સથવારાની જરૂરિયાત તો રહે જ છે, એ હકીકત ભૂલવા જેવી નથી. કલ્યાણભાવ સેવનારાઓની જુદી જુદી પાંચ અવસ્થા શ્રી જિને આપણને બતાવી છે. શ્રી અરિહંત પ્રભુથી સાધુસાધ્વીજી સુધીની. તે માટે શ્રી જિનનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
શ્રી સદ્ગુરુના આશ્રયે આરાધન કરતો જીવ આગળ વધ્યા પછી, પોતાનાં મન, વચન, કાયાથી અલિપ્તપણે વેદી તે ત્રણેની સોંપણી શ્રી ગુરુને કરી, સ્વચ્છંદનો ત્યાગ કરે છે. અને સદાકાળ માટે શ્રી ગુરુની આજ્ઞાએ વર્તવાના ભાવ રાખે છે. વર્તતા ભાવને અનુરૂપ થવા તે જીવ સંસારની મોહમાયાથી છૂટી, સર્વસંગનો ત્યાગ કરી સાચા મુનિત્વને ધારણ કરે છે. આવો આંતરબાહ્ય સર્વસંગ પરિત્યાગ તે જીવનું છછું ગુણસ્થાન છે. અહીં સુધી પહોંચ્યા પછી જીવ આત્મશુદ્ધિના જ લક્ષથી વર્તન કરતો થઈ શકે છે. તેની સાથે તે શ્રી ગુરુના સાનિધ્યમાં રહી તેમની સાથેની એકતા વધારવાનો પુરુષાર્થ શરૂ કરી, જારી રાખવા માટે પ્રયત્નવાન થાય છે. અને પોતાના પ્રત્યેક વ્યવહારિક વર્તનમાં આશ્રવ ઘટાડવો અને નિર્જરા વધારવી એવો મુખ્ય હેતુ જાળવે છે. આ માટે શક્ય તેટલી કષાયની મંદતા કરવા તે પ્રયત્નવાન રહે છે.
આંતર તથા બાહ્યશૈલીનો જેવો ભેદ પાંચમા ગુણસ્થાને શક્ય છે, તેવો ભેદ છઠ્ઠા ગુણસ્થાને પણ સંભવી શકે છે. જીવ આંતરશૈલીથી છઠ્ઠા ગુણસ્થાને પહોંચ્યો હોય અને તેનું બાહ્યથી ગૃહસ્થજીવન હોય તો તેને જે વ્યવહારકાર્ય અને વ્યવહારની જવાબદારીમાંથી પસાર થવું પડે છે તે તેની રુચિથી વિરુધ્ધ હોવાથી, તેને સંઘર્ષરૂપ લાગે છે. બીજી તરફ આંતરદશા આવ્યા વિના જેણે સર્વસંગ પરિત્યાગ કરી મુનિદશા
૩૬૬