________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
સ્વીકારી હોય તો, તેનું મન બાહ્ય સ્થિતિને અનુકૂળ થાય એટલા પ્રમાણમાં નિસ્પૃહ થયું ન હોવાને કારણે, કાળે કાળે તેને સંસારસુખની ઇચ્છાઓ જાગતી રહે છે, અને એ ઇચ્છાપૂર્તિ બાહ્યથી ત્યાગાવસ્થાને કારણે નિષિધ્ધ હોય છે, પરિણામે તે જીવ મનથી રાગ અને ત્યાગ વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં ઘર્ષણ વેદે છે. આવા ઘર્ષણોના પ્રસંગોમાં જીવને સમર્થ ગુરુનું શરણ હોય તો તે ગુરુની કૃપાથી અને તેમનાં માર્ગદર્શનથી સમભાવ રાખી શકે છે, નિસ્પૃહતા કેળવી કસોટીમાંથી પાર ઉતરે છે. અને બંને પ્રકારની શૈલીના અસમતોલનથી સર્જાયેલી વિષમતાને સમતામાં પલટાવી શકે છે, આવી દ્વિધાકારક સ્થિતિમાં શ્રી પંચપરમેષ્ટિનો સાથ ખૂબ જ ઉપકારી થાય છે. ગુરુજી જેટલા વધુ સામર્થ્યવાન હોય અને શિષ્યની છૂટવાની તમન્ના જેટલી વિશેષ હોય તેટલા ઓછા સંઘર્ષે સર્જાયેલી અસમાનતા દૂર થઈ જાય છે, આંતરબાહ્ય શૈલી તથા શ્રેણિની સમાનતા પ્રગટ થાય છે. જે બાજુનો વિકાસ બાકી હોય તે બાજુનો વિકાસ શિષ્ય ગુરુ આજ્ઞાએ કરી લે છે; બંને પ્રકારની શૈલીની એકતા સધાય છે. આવી એકતા લાવવામાં શિષ્યનો પુરુષાર્થ તથા ગુરુના કલ્યાણભાવ સમાન રીતે ઉપકારી થાય છે.
ચોથા ગુણસ્થાને જીવને ઇન્દ્રિયાતીતપણાનો અમુક અંશે અનુભવ થાય છે, તે વખતે જીવ બાહ્યથી ઇન્દ્રિયોનો સંપર્ક છોડતો જણાય છે, એટલે એમ લાગે કે તે જીવને વિચાર આવતા નથી, પરંતુ શ્રી કેવળીપ્રભુનાં જ્ઞાન પ્રમાણે તે જીવને સૂક્ષ્મપણે શુભ વિચારો પ્રવર્તતા હોય છે. આ શુભ વિચારો રહેવા તે પ્રભુની અપેક્ષાએ પ્રમાદ છે. પાંચમા ગુણસ્થાને જીવ આવે છે ત્યારે તેને ઇન્દ્રિયાતીતપણાના અનુભવ વખતે અર્થાત્ શૂન્યતાના કાળમાં આ વિચારો સૂક્ષ્મરૂપ ધારણ કરે છે; અને તેટલા પ્રમાણમાં જીવની શૂન્યતા ગાઢી અથવા ઘેરી થાય છે. શૂન્યતા જેટલી ગાઢી આવે તેટલી કર્મનિર્જરા જીવને વધારે થાય છે. છઠ્ઠા ગુણસ્થાને આ કેવળીગમ્ય વિચારો અતિ સૂક્ષ્મરૂપ ધારણ કરે છે. સ્વચ્છંદ મહદ્ અંશે તૂટયો હોવાથી તેની શૂન્યતા ઘણી ગાઢી થાય છે અને કર્મનિર્જરા મોટા પ્રમાણમાં થાય છે. આમ છતાં કહી શકાય કે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાને જીવને પૂર્ણ નિર્વિકલ્પતા કે નિર્વિચારપણું આવ્યાં હોતાં
૩૬૭