________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
મન, વચન તથા કાયા જેટલી માત્રામાં ગુરુ આજ્ઞાએ પ્રવર્તતાં હોય, જે માત્રામાં તેની સોંપણી ગુરુને થઈ હોય, તેટલા પ્રમાણમાં જીવને બાહ્યથી વ્રત તથા નિયમો ગ્રહણ થયા હોય તો તે જીવની આંતરબાહ્ય શૈલી સમાંતરે ચાલે છે એમ કહી શકાય. અને જ્યાં આ બંને શૈલી વચ્ચેનું પ્રમાણભાન અસમતોલ હોય એટલે કે મન, વચન તથા કાયાની અર્પણતા જેટલા પ્રમાણમાં હોય તેના વિષમ પ્રમાણમાં બાહ્ય વ્રતનિયમો હોય તો તે બંને વચ્ચે સુમેળ થતો નથી. અંતરંગથી સમકિત પ્રાપ્ત કર્યા પછી અમુક અંશે યોગની અર્પણતા થઈ હોય પણ બાહ્યથી એકપણ વ્રત નિયમ ન હોય, અથવા તો સમ્યક્તની પ્રાપ્તિ વિના જ અગર યોગની આંશિક અર્પણતા વિના જ બાહ્યથી વ્રતનિયમ ધારણ કરવામાં આવ્યા હોય તો સર્જાતી અસમતોલ સ્થિતિને કારણે જીવને મનથી સંઘર્ષ વેદવો પડે છે. ભાવથી આત્મા આજ્ઞાધીન થાય અને બાહ્યથી સ્વચ્છેદે પ્રવૃત્તિ કર્યા કરે તો તે પ્રવૃત્તિ કરતાં આત્મા જીવને ડંખે છે, અથવા તો આત્મા ભાવથી સ્વચ્છેદે વત બાહ્યથી વ્રતનિયમો આરાધે તો તેનું નિરંકુશ મન સંસારી ભાવમાં રાચી વ્રતનિયમમાં ઘણી અડચણ ઊભી કરે છે. આમ બે શૈલી વચ્ચેની અસમાંતરતા જીવમાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે.
સ્વછંદી મન સંસારમાં અમુક વસ્તુઓ કરવા જીવને લલચાવે છે, અને લીધેલાં વ્રતનિયમો તેને એ પ્રવૃત્તિ કરતાં અટકાવે છે. આને કારણે જીવ વ્યથાનું વેદન કરે છે. અન્ય સંજોગોમાં મનથી સંયમ આવ્યો હોય, મન અંકુશમાં વર્તવા તલસતું હોય અને કર્મોદય એવા હોય કે બાહ્યથી સંયમનું પાલન થઈ શકતું ન હોય; આવા સંજોગોમાં આ અસમાનતાને કારણે તે જીવ મુંઝવણ વેદે છે. આથી જીવની આંતરબાહ્ય શૈલી સમાંતર રહે તે સ્થિતિ આદર્શરૂપ છે. તેમ છતાં આવી વિષમ સ્થિતિને સમભાવે વેદી કર્મ નિર્જરા કરવા માટે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ઘણો ઘણો ઉપકારી થાય છે. શ્રી પ્રભુનો વહેતો કલ્યાણભાવ જીવને સમતા ધારણ કરાવી વિકાસ કરવામાં ખૂબ સહાય કરે છે. આ પ્રકારનો કલ્યાણભાવ જો જીવને મળતો ન રહે તો તે જીવ સ્વચ્છંદમાં પડી, ઘર્ષણથી તારાજ થઈ પોતાની અધોગતિને નોતરી લે છે. બીજી રીતે સમજાવવું હોય તો કહી શકાય કે જ્યાં જ્યાં
૩૬૩