________________
ક્ષમાપના
પ્રભુનાં નીરાગીપણા તથા નિર્વિકારીપણાના સાથમાં તેમની “સચ્ચિદાનંદસ્વરૂપ” સ્થિતિની જાણકારી આવે છે. સત્ એટલે સત્યસ્વરૂપ. જે ત્રણેકાળ ટકી શકે તે સસ્વરૂપ કહી શકાય. ચિત્ એટલે ચૈતન્યમય. ચિસ્વરૂપ એટલે ચેતનગુણથી ભરપૂર સ્વરૂપ. ચેતન જે અનુભવ કરે છે તેનો તેને લક્ષ હોય છે ત્યારે અચેતને અર્થાત્ જડને અનુભવનો લક્ષ થતો નથી. થતા અનુભવની સમજણ લેવા માટે ચેતનગુણ સદાકાળ મદદરૂપ થાય છે. ચેતન સિવાયના કોઈ પણ તત્ત્વને અનુભવનું વેદન નથી, તથા
સ્મૃતિ નથી. એટલે આ “ચૈતન્યપણું” આત્માનું આગવું વિશિષ્ટ અંગ છે. શુદ્ધસ્વરૂપ પામ્યા પછી, ચેતનસ્વરૂપ આત્મા સદાકાળ માટે “આનંદ અનુભવે છે. આનંદ એટલે સુખ, ઉત્સાહ તથા કલ્યાણની મિશ્ર લાગણી. શુદ્ધાત્મા આ આનંદસ્વરૂપને ચેતનગુણની સહાયથી સદાકાળ માટે અનુભવે છે, તેથી શુદ્ધાત્માને “સચ્ચિદાનંદસ્વરૂપ” તરીકે ઓળખાવવામાં આવે છે.
સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને કેવી શાતા પ્રવર્તે છે તેની ઝાંખી જીવને ઊંડાણભરેલાં ધ્યાનમાં આવે છે. અહીં વર્ણવાયેલો શ્રી પ્રભુનો આનંદ ક્યાંયથી ઉત્પન્ન કરેલો નથી, કોઈના આધારે રહેલો નથી, તે આનંદ સ્વયંસ્ફરિત છે એ જણાવવા આત્માને “સહજાનંદી” ગણાવ્યો છે. આ આનંદ એ આત્માનો સહજ સ્વાભાવિક ગુણ છે, આત્મા સાથે તે એવા અવિનાભાવી સંબંધે જોડાયેલો છે કે એક વિના બીજાનું અસ્તિત્વ સંભવી શકે નહિ. જો આ આનંદ બીજાને આધારે રહેલો કે ટકેલો હોય તો તેની હાનિ વૃદ્ધિ સાથે આનંદની પણ હાનિવૃદ્ધિ થાય; તેમ તો છે નહિ માટે આત્માનો આનંદ “સહજ” છે.
આ ઉપરાંત શુદ્ધાત્મા “અનંતજ્ઞાની”, “અનંતદર્શી” અને “મૈલોક્યપ્રકાશક” છે. દરેક મનુષ્યમાં અને અન્ય જીવોમાં કોઈ અને કોઈ પ્રકારની જાણકારી – જ્ઞાન હોય છે. “જ્ઞાન” એ આત્માનો મૂળભૂત ગુણમાંનો એક ગુણ છે. જો જ્ઞાનનો સંપૂર્ણપણે અભાવ હોય તો તે “જડ” થઈ જાય – ચેતન અને જ્ઞાન એકબીજા સાથે અવિનાભાવી સંબંધથી જોડાયેલા છે. સામાન્ય રીતે જીવને જે જે જાણકારી હોય છે તેનાથી અનંતગણી જાણકારી શ્રી પ્રભુને છે. તેમનું જ્ઞાન એટલું વિશાળ છે કે તેમાં પ્રત્યેક જીવ તથા પ્રત્યેક
૧૦૫