________________
કેવળી પ્રભુનો સાથ
પદાર્થની ત્રણે કાળની સમય સમયની જાણકારી સમાવેશ પામે છે. એક પણ જ્ઞાન એવું સંભવી શકતું નથી જે શ્રી સર્વજ્ઞ પ્રભુને ન હોય, તેથી પ્રભુ “અનંતજ્ઞાની” તરીકે ઓળખાય છે.
ચક્ષુ ઇન્દ્રિય પ્રાપ્ત કર્યા પછી બધા જીવ પોતપોતાની મર્યાદા અનુસાર આ જગતમાં કંઈ ને કંઇ જોતા હોય છે. તેમની દૃષ્ટિ ગમે તેટલી તેજસ્વી હોય તો પણ જગતના પ્રત્યેક પદાર્થને તેઓ જોઈ શકતા નથી ... એક સાથે બધા જ તત્ત્વોને જોવા તે તેમની સીમાની બહાર છે. એની સામે શ્રી પ્રભુની દર્શનશક્તિ એટલી વિશાળ છે કે તેઓ સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક દર્શન એકી સાથે કરી શકે છે. એક પણ પદાર્થ કે તત્ત્વ એવું અસ્તિત્વ ધરાવતા નથી કે જે પ્રભુના દર્શનગુણમાં સમાવેશ પામ્યા ન હોય. આ “દર્શનગુણ” આત્માનો એક વિશિષ્ટ ગુણ છે. અને તેની પૂર્ણતાને કારણે શ્રી ભગવાન “અનંતદશ” તરીકે આ જગતમાં ઓળખાય છે.
શુદ્ધાત્માને લોકાલોકના પ્રત્યેક તત્ત્વનું, ત્રણે કાળનું, સમય સમયનું જ્ઞાન તથા દર્શન વર્તે છે તે તેના “અનંતજ્ઞાની” તથા “અનંતદર્શી” ગુણથી સમજાય છે. એ શુદ્ધાત્મા લોકાલોકના પ્રત્યેક પદાર્થને જાણીને જણાવવાની શક્તિ ધરાવે છે. આથી તેઓ ત્રણે લોકના પદાર્થને પ્રકાશિત કરે છે – જણાવી શકે છે એ અપેક્ષાએ “રૈલોક્યપ્રકાશક છે.
આત્માના આ બધા અદ્ભુત વિશિષ્ટ ગુણો, જીવને અમુક પ્રમાણમાં વિશુદ્ધિ પ્રાપ્ત થાય તે પછી જ અંશે અનુભવગમ્ય થાય છે. તે વખતે જીવનું લક્ષ પૂર્ણતાએ બાહ્યથી ખસી આંતર તરફ વળી જાય છે. તે અંતરંગમાં લીન થવા સહજપણે ઝંખે છે. અને આ ઝંખના તો જ પૂરી થાય જો તેમાં આડાં આવતાં અંતરાયો તૂટી જાય. આ અંતરાયો તોડવાનો એક માત્ર રસ્તો છે સપુરુષનાં શરણે રહી પાપની આલોચનાક્ષમાપના કરવી. તેમાં જ તેનું હિત-કલ્યાણ સમાયેલું છે. તેથી તે કહે છે, “હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.”
૧૬