________________
કેવળી પ્રભુનો સાથ
सिंहस्स कमे पडिदं सारंग जह ण रक्खदे को वि ।
तह मिच्चणा य गहियं जीवं पि ण रफखदे को पि || જેમ જંગલમાં સિંહના પગતળે પડેલા હરણને કોઈ પણ રક્ષણ કરવાવાળું નથી, તેમ આ સંસારમાં કાળવડે ગ્રહાયેલા પ્રાણીને કોઈ પણ રક્ષણ આપી શકતું નથી.
(સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અશરણભાવના. ૨૪) બળવાન સિંહ પાસે નિર્બળ હરણ કે અન્ય કોઈનું કંઈ ચાલતું નથી, કોઈ તેને સિંહના પંજામાંથી છોડાવી જીવનદાન આપી શકતું નથી કારણ કે સિંહથી બળવાન હોય તે જ હરણને સિંહ પાસેથી બચાવી શકે. પણ સિંહ મહાબળવાન પ્રાણી હોવાથી હરણને લાચારીથી મરણને શરણ થઈ સિંહનો ખોરાક થવું પડે છે. એ જ રીતે કાળ પણ ખૂબ બળવાન છે, તેના પંજામાંથી કોઈ પણ જીવ બચી શકતો નથી, સહુએ કોઈ ને કોઈ કાળે મરણને શરણ થવું જ પડે છે. આ જીવની કર્મ સામેની તથા કાળ સામેની લાચારી જ છે. પરંતુ શ્રી પુરુષના જણાવ્યા પ્રમાણે કાળ કરતાં પણ બળવાન તત્ત્વ તે ધર્મ છે. જો ધર્મનાં શરણમાં જવામાં આવે તો તે કાળના પંજામાંથી ક્રમે કરીને છૂટી શકે છે, એવું માર્ગદર્શન જીવને અશરણ ભાવનામાંથી મળે છે.
तत्थ जरामरणभयं दुक्खं पियविप्पयोग बीहणयं ।
अप्पियसंजोगं वि य रोगमहावेट्णाओ य ॥१६॥ આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુભય, દુ:ખ, ભયાનક ઇષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ આદિ મહાવેદનાઓ આ જીવ સહન કર્યા કરે છે.
વટ્ટકેર સ્વામી – મૂલાચાર, (સહજસુખ સાધન – પૃ ૨૬) જીવ જ્યારે આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુભય, રોગ, દુઃખ, ઇષ્ટવિયોગ, અનિષ્ટયોગ આદિ પ્રતિકૂળ સંજોગોથી ઉત્પન્ન થતી વેદના વેદે છે, ત્યારે તેનાથી છૂટવાનો માર્ગ શોધવા પ્રયત્નવાન થાય છે. આ શોધખોળમાં તેને જગતના પદાર્થોનું અનિત્યપણું વિશેષતાએ સમજાય છે. આમ બે બાજુથી આવતા ભીંસામાં ભીંસાઈ તે ખૂબ મુંઝવણ અનુભવે છે કે હવે કરવાયોગ્ય શું છે! જગતમાં અનુભવાતાં કષ્ટોથી
૨૧૬