________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
તે જેમ જેમ છૂટવા પ્રયત્નવાન થતો જાય છે તેમ તેમ તે વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. આવી તેની મુશ્કેલીભરી દશામાં શ્રી સત્પરુષ તેની મદદે આવે છે. શ્રી સદ્ગુરુ તેને ખૂબ પ્રેમભાવથી સમજાવે છે કે આ જગતમાં જે દુઃખો વેઠવા પડે છે, તેમાંથી બચાવનાર કોઈ નથી. જીવ પર નિષ્કારણ કરુણા આણી આ દુ:ખથી બચવાનો માર્ગ તેને બતાવતાં સમજાવે છે કે એક ધર્મ જ એવું તત્ત્વ છે કે જે જીવને પતિત થતાં અટકાવી ધરી રાખે છે. આથી આવતાં કષ્ટોની નિવૃત્તિ, કષ્ટ આવવાનાં કારણોની નિવૃત્તિ પ્રભુનાં શરણે રહી ધર્મ આરાધન કરવાથી થાય છે. જ્યારે જીવને આ વાત સમજાય છે ત્યારે તેને સત્પરુષની કરુણા સ્પર્શી જાય છે અને તેમના પ્રતિના પ્રેમભાવમાં ઠીક ઠીક વધારો થાય છે. જીવને લાગે છે કે મારે ધર્મનાં શરણે જવું યોગ્ય છે, સંસારમાં અનુભવવી પડતી તકલીફોથી છૂટવા દેવ, ગુરુ, ધર્મ એ ઉત્તમ શરણ છે. આમ જીવમાં આવતી આવી સભાનતાને લીધે તેનું સુષુપ્ત ચેતન જાગૃત થતું જાય છે. ચેતન જાગતાં તેને નિશ્ચય થાય છે કે અત્યાર સુધી સ્વચ્છંદથી કરેલી બધી માન્યતાઓ ખોટી હતી, અને હવે તે છોડી દેવી છે. દુરાગ્રહથી બાંધેલી માન્યતા ઢીલી પાડવામાં અશુચિ ભાવના જીવને મદદ કરે છે.
અશુચિ ભાવના જીવ જ્યારે અનિત્ય તથા અશરણ ભાવનાનો વિવેકપૂર્વક વિચાર કરે છે, ત્યારે તેનો સંસારી પદાર્થો માટેનો મોહ તૂટવા માંડે છે. અને આ મોહમાં ગાબડું પાડે છે શ્રી પ્રભુ બોધિત અને તેમની આજ્ઞાએ સપુરુષથી પ્રસારિત થયેલી અશુચિ ભાવના. આ અશુચિ ભાવનાના માધ્યમથી જીવને સંસારની ખરી વાસ્તવિકતા જોવા તથા અનુભવવા મળે છે. જીવને કર્મોદયને કારણે જે દેહમાં રહેવાનો યોગ થયો હોય છે તે દેહ માટે અતિ અતિ આસક્તિ વર્તતી હોય છે. તેને મળેલો દેહ ગમે તેવો કાળો, કૂબડો, રોગથી ભરેલો, ખોડખાંપણવાળો કે અનિષ્ટ તત્ત્વોથી ભરેલો હોય તો પણ તે દેહ માટે તેને જરાય ઈતરાજી થતી નથી. તે દેહ પ્રતિ દુગંછા કરવાને બદલે તેને શણગારવાની, સુગંધી કરવાની, વસ્ત્રાભૂષણથી સજાવવાની વિવિધ પ્રવૃત્તિમાં
૨૧૭.